એક વખત તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરો ત્યાર પછી સ્કિમ્સ (રેગ્યુલર/ડાઇરેક્ટ), વિકલ્પો (ગ્રોથ/ડિવિડન્ડ) બદલવાની કે સમાન ફંડ ગૃહમાં સ્કિમ્સ બદલવાની દૃષ્ટિએ તમે કરવા માગતા હોય એવા ફેરફારને વેચાણ (રિડિમ્પશન) તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. તેથી આ પ્રકારનો કોઇ ફેરફાર શક્ય છે, પરંતુ રિડિમ્પશનની જેમ આ ફેરફાર તમે કેટલા સમયથી રોકાણ કર્યું છે તેને આધારે એક્ઝિટ લોડ અને કેપિટલ ગેઇન ટેક્સ આકર્ષશે. સ્કિમ્સ બદલવી અને રિડિમ્પશનની વિનંતી મૂકવી વચ્ચેનો માત્ર એક તફાવત એ છે કે સ્કિમ્સ બદલવાના કેસમાં નાણાંનું સીધું રોકાણ નવી સ્કિમમાં થાય છે, જ્યારે રિડિમ્પશનની વિનંતીના કેસમાં નાણાં તમારા ખાતામાં જમા થાય છે અને તમે રિડિમ્પશનની આવકને પછીથી જુદી સ્કિમમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો.
જો તમે ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કિમ (ઇઓએસ)માં રોકાણ કર્યું હોય અને તમે તમારું રોકાણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા બદલો તો લાગુ થવા પાત્ર એક્ઝિટ લોડ
વધુ વાંચો