ઇન્ડેક્સ્ડ ફંડ્ઝ શું છે?

ઇન્ડેક્સ્ડ ફંડ્ઝ શું છે? zoom-icon

ઇન્ડેક્સ ફંડ્ઝ લોકપ્રિય બજાર ઇન્ડાઇસિસનું અનુકરણ કરતા નિષ્ક્રિય મ્યુચ્યુઅલ ફંડ્ઝ છે. ફંડ મેનેજર ફંડ પોર્ટફોલિયોનું નિર્માણ કરવા માટે ઉદ્યોગો અને સ્ટોક્સને પસંદ કરવામાં પ્રવૃત્ત ભૂમિકા ભજવતા નથી, પરંતુ અનુસરણ કરતા હોય એવા ઇન્ડેક્સની રચના કરતા તમામ શેરોમાં રોકાણ કરે છે. ફંડમાં સ્ટોક્સનું વેઇટેજ ઇન્ડેક્સમાં દરેક સ્ટોકનાં વેઇટેજને બારીકાઇથી મેચ કરે છે. આ નિષ્ક્રિય રોકાણ છે એટલે કે ફંડ મનેજર ફંડનાં પોર્ટફોલિયોનું નિર્માણ કરતી વખતે ઇન્ડેક્સની નકલ કરે છે અને હંમેશાં તેના ઇન્ડેક્સની સાથે પોર્ટફોલિયોને જાળવવાનો પ્રયત્ન કરે છે.

જો ઇન્ડેક્સની અંદર સ્ટોકનું વેઇટ બદલાય તો ફંડ મેનેજરે ઇન્ડેક્સને સુસંગત પોર્ટફોલિયોમાં તેનું વેઇટેજ રહે તે માટે સ્ટોક્સના યુનિટ્સનું લે-વેચ કરવું જોઇએ. નિષ્ક્રિય સંચાલન અનુસરવું સરળ હોય છે, જ્યારે બીજી બાજુએ ટ્રેકિંગ ત્રુટિને લીધે ફંડ ઇન્ડેક્સની જેમ હંમેશાં સમાન વળતર ઉત્પાદિત કરતા નથી.

ટ્રેકિંગ ત્રુટિ સર્જાવાનું કારણ એ છે કે ઇન્ડેક્સની જામીનગીરીઓને હંમેશાં સમાન પ્રમાણમાં રાખવી સરળ હોતી નથી અને ફંડ દ્વારા આવું કરવા માટે વહેવારનો ખર્ચ થાય છે. ટ્રેકિંગ ત્રુટિ હોવા છતાં પણ ઇન્ડેક્સ ફંડ્સ એવા લોકો માટે આદર્શ હોય જે લોકો મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં કે વ્યક્તિગત સ્ટોક્સમાં રોકાણ કરવાનું જોખમ લેવા માગતા ન હોય, પરંતુ વ્યાપક બજારમાં રોકાણમાંથી લાભ મેળવવા માગતા હોય.

424
426