મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કામ કરે છે?
મ્યુચ્યુઅલ ફંડ એ ઘણાં રોકાણકારોથી એકઠા કરેલ નાણાં છે, જેનાથી એક વૈવિધ્યસભર સિક્યોરિટીઝનો પોર્ટફોલિયો બનાવવામાં આવે છે, જે સ્કીમ ઓફર દસ્તાવેજ મુજબ હોય છે. ચાલો સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કાર્ય કરે છે.
ફંડનું એકીકરણ ત્યારે થાય છે જ્યારે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં યુનિટોના સ્વરૂપમાં નાણાં આપતા હોય છે. દરેક યુનિટ ફંડમાં અને તેની અંતર્ગત સંપત્તિમાં સમાન માલિકીના હક્કનું પ્રતિનિધિત્વ કરે છે. ફંડનો હેતુ એક ખાસ રોકાણની રણનીતિને અનુસરવો છે અને તે નક્કી કરશે કે ફંડ કઈ પ્રકારની સિક્યોરિટીઝમાં રોકાણ કરશે અને તે બજારના જોખમોને આધીન છે.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સામાન્ય રીતે જોખમોનું વૈવિધ્યીકરણ કરવા માટે અનેક પ્રકારની સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. ફંડ મેનેજર પોર્ટફોલિયોને સક્રિયપણે મેનેજ કરશે અને તેમના સંશોધન અને વિશ્લેષણ મુજબ મૂળભૂત સિક્યોરિટીઝને ખરીદવા, રાખવા અથવા વેચવાનો નિર્ણય કરે છે. પેસિવ મ્યુચ્યુઅલ ફંડ્સ માર્કેટ ઇન્ડેક્સના પરફોર્મન્સને પ્રતિબિંબિત કરે છે જેથી વધુમાં વધુ વળતરની ક્ષમતા પ્રાપ્ત થાય. પેસિવ ફંડનો પોર્ટફોલિયો નિફ્ટી કે સેન્સેક્સ જેવા નિર્ધારિત બજાર ઇન્ડેક્સની નકલ કરે છે, જેમાં ટ્રેક કરાયેલા ઇન્ડેક્સને અનુરૂપ રચના અને રોકાણના અનુપાતને અનુસરવામાં આવે છે, અને તે ટ્રેકિંગ ભૂલને આધીન છે.
મ્યુચ્યુઅલ ફંડની વિશેષતાઓ અને ફાયદા
મ્યુચ્યુઅલ ફંડની લાક્ષણિકતાઓ અને લાભો આ પ્રમાણે છે:
1. તે વ્યવસાયિક રીતે સંચાલિત થાય છે: મ્યુચ્યુઅલ ફંડ્સ નિષ્ણાત વ્યાવસાયિકો દ્વારા સંચાલિત થાય છે, જે સંશોધનના આધારે જાણકારીપૂર્વકના રોકાણના નિર્ણય લે છે.
2. મ્યુચ્યુઅલ ફંડ્સ લિક્વિડ છે: રોકાણકારો કોઇપણ વ્યવસાયિક દિવસે ફંડની લાગુ પડતી નેટ એસેટ વેલ્યુ (NAV) પર મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ ખરીદી કે વેચી શકે છે.
3. ફંડના વિવિધ સ્વરૂપો: વિવિધ રોકાણના હેતુઓ અને જોખમની ભૂખને અનુરૂપ વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમ કે, ઈક્વિટી સ્કીમ્સ, ડેટ સ્કીમ્સ, હાઇબ્રિડ સ્કીમ્સ, સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ અને અન્ય સ્કીમ્સ.
4. સ્વચાલિત રોકાણ: મ્યુચ્યુઅલ ફંડ્સ નિયમિત અંતરાલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ(SIP) મોડ દ્વારા આપમેળે રોકાણ કરવાનો વિકલ્પ આપે છે. આ રોકાણકારોને રૂપિયાની કિમતની સરેરાશ અને લાંબા ગાળામાં ચક્રવૃદ્ધિના ફાયદાનો લાભ આપે છે.
[અન્ય સુવિધાઓ જેમ કે સિસ્ટમેટિક વિથડ્રૉલ પ્લાન, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન પણ ઉપલબ્ધ છે.]
5. મ્યુચ્યુઅલ ફંડ્સ વિવિધતાનો લાભ આપે છે: સંસાધનોને એકત્રિત કરીને, મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને એક વૈવિધ્યસભર પોર્ટફોલિયોની સિક્યોરિટીઝનો એક્સપોઝર આપે છે. આ એક જ રોકાણની ખરાબ પ્રદર્શનનો પ્રભાવ ઘટાડે છે.
6. સુવિધા આપે છે: મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદવા, વેચવા, અને પોર્ટફોલિયોના સંચાલનની પ્રક્રિયાને સરળ બનાવે છે, જે રોકાણકારોનો સમય અને પ્રયત્ન બચાવે છે.
7. મ્યુચ્યુઅલ ફંડ્સ કિફાયતી રોકાણ છે: મ્યુચ્યુઅલ ફંડ્સ નાના રોકાણકારોને ઓછા મૂડી સાથે પણ વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં પ્રવેશ કરવા સક્ષમ બનાવે છે.
8. કર લાભ: કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સ કર લાભ પૂરો પાડવા માટે રચાયેલ છે, જે રોકાણકારોને ફાયદો આપી શકે છે. ઉદાહરણ તરીકે, ELSS સ્કીમ્સ, જે લોક-ઇન પિરિયડની શરતો સાથે કર લાભ પૂરો પાડે છે..
9. નિયમન કરેલ પર્યાવરણ: મ્યુચ્યુઅલ ફંડ્સ SEBIના નિયમનકારી નિયંત્રણ હેઠળ છે, જેથી રોકાણકારોની સુરક્ષા થાય અને રોકાણકારોના હિતોને સુરક્ષિત કરવામાં આવે.
10. સ્કોર્સ: સ્કોર્સ એ SEBI દ્વારા પ્રદાન કરાયેલ ઓનલાઇન ફરિયાદ નિવારણ સુવિધા પ્લેટફોર્મ છે. રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવી રીતે રોકાણ કરવું?
અહીં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા માટે ઉત્તરોત્તર માર્ગદર્શિકા છે:
સ્ટેપ 1: તમારા નાણાકીય લક્ષ્યો અને જોખમ સહનશક્તિનું મૂલ્યાંકન કરો
તમારા રોકાણો અને લક્ષ્યનો હેતુ નક્કી કરો. જોખમ સાથે તમે કેટલા સહજ છો તે સમજો.
સ્ટેપ 2: મ્યુચ્યુઅલ ફંડ્સના વિવિધ પ્રકારોને સમજવા
અલગ-અલગ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેના વિશે તમારે માહિતગાર રહેવું જરૂરી છે. આ પ્રમાણેના કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે રોકાણ કરી શકો છો, જેમ કે, તમારી સમયાવધિ, લક્ષ્યો, જોખમ પ્રોફાઇલ વગેરે:
● ઈક્વિટી સ્કીમ્સ
● ડેટ સ્કીમ્સ
● હાઈબ્રિડ સ્કીમ્સ
● સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ
● અન્ય સ્કીમ્સ
સ્ટેપ 3: તમારા રોકાણ માટે પ્લેટફોર્મ પસંદ કરો
તમે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને ડાયરેક્ટ પ્લાન હેઠળ મ્યુચ્યુઅલ ફંડમાંથી સીધા જ ખરીદી શકો છો. બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફંડ વિતરકો દ્વારા રેગ્યુલર પ્લાન હેઠળ પણ યુનિટ્સ ખરીદી શકાય છે.
સ્ટેપ 4: પ્લેટફોર્મમાં એકાઉન્ટ ખોલો
જો તમારી પાસે પહેલાથી ન હોય તો પસંદ કરેલા મ્યુચ્યુઅલ ફંડ અથવા પ્લેટફોર્મમાં એકાઉન્ટ ખોલો.
સ્ટેપ 5: મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ખરીદો
જે ફંડમાં તમે રોકાણ કરવા માંગો છો તે પસંદ કરો અને પસંદ કરેલા વિતરક/પ્લેટફોર્મ દ્વારા તમારો ઓર્ડર આપો.
ઓફર દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો અને શંકા હોય તો તમારા નાણાકીય સલાહકારનો સંપર્ક કરો.
સ્ટેપ 6: તમારા રોકાણની દેખરેખ રાખો
સમયાંતરે તમારા રોકાણની સમીક્ષા કરો જેથી તે તમારા લક્ષ્યો સાથે અનુરૂપ રહે.
સ્ટેપ 7: જો જરૂરી હોય તો તમારું રોકાણ અનુકૂળ બનાવો
નક્કી કરો કે લાભાંશ અને મૂડીગત લાભને પુનઃનિવેશ કરવો છે કે તેમને રોકડમાં લેવા છે. સૌથી મહત્વની વાત, બજારનું વલણ અને આર્થિક પરિસ્થિતિઓ વિશે જાણકાર રહો. જો તમે ચોક્કસ સમયગાળા માટે તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું વળતર શું હશે તેનો અંદાજ કાઢવા માંગતા હો, તો તમે અંદાજો જાણવા માટે મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 8: કરની અસરોને ધ્યાનમાં લો
કેપિટલ ગેઈનના ટેક્સની અસરોથી વાકેફ રહો
શું હું મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા પાછા લઈ શકું?
હા, તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા પાછા લઈ શકો છો, પરંતુ પ્રક્રિયા અને પરિણામો તમારા મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર, તમારી રોકાણની શરતો અને તમારા નાણાકીય લક્ષ્યો પર આધાર રાખે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ પર કરની અસરો
મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર સામાન્ય રીતે બે રીતે કર લાદવામાં આવે છે અને તે છે:
a) ડિવિડન્ડ - તમારા ટેક્સ સ્લેબ અનુસાર ડિવિડન્ડ પર કર લાદવામાં આવે છે.
b) મૂડીગત લાભ - મૂડીગત લાભો પર નીચે દર્શાવેલ કોષ્ટક અનુસાર કર લાદવામાં આવે છે:
ફંડનો પ્રકાર
|
ટૂંકા ગાળાનો મૂડીગત લાભ
|
લાંબા ગાળાના મૂડીગત લાભ
|
ઈક્વિટી ફંડ્સ
|
12 મહિના કરતા નાનો સમયગાળો
|
12 મહિના અને વધુ સમયગાળો
|
ડેટ ફંડ્સ
|
હંમેશા શોર્ટ-ટર્મ
|
|
હાઇબ્રિડ ઇક્વિટી-ઓરિએન્ટેડ ફંડ્સ
|
12 મહિના કરતા નાનો સમયગાળો
|
12 મહિના અને વધુ સમયગાળો
|
હાઇબ્રિડ ડેટ-ઓરિએન્ટેડ ફંડ્સ
|
હંમેશા શોર્ટ-ટર્મ
|
|
નિષ્કર્ષ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમને ઘણા ફાયદા આપે છે અને એક સરલ તથા સુલભ રોકાણ વિકલ્પ પણ છે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ શરૂ કરો છો, ત્યારે તમને તેની સાથે સંકળાયેલા બજારના જોખમો અંગે પણ માહિતગાર રહેવું જરૂરી છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.