મ્યુચ્યુઅલ ફંડમાં કોઈએ કેટલા સમય સુધી રોકાણ કરી રાખવું જરૂરી છે?

Video

રોકાણ સ્થળ પસંદ કરતા પહેલા સૌથી મહત્ત્વપૂર્ણ વિચારો પૈકીનો એક અપેક્ષિત “સમય ક્ષિતિજ” છે, એટલે કે દિવસો, મહિના કે વર્ષોનો સમય, જેમાં રોકાણકાર રોકાણ જાણવી રાખવાનો ઇરાદો ધરાવતા હોય.

અને આ બધુ મહત્ત્વપૂર્ણ શા માટે છે?

તમામ રોકાણ આદર્શપણે નાણાકીય કે રોકાણ યોજનામાંથી પરિણમતા હોવા જોઇએ. આ પ્રકારની યોજનાઓ સામાન્યપણે એ સંકેત આપે છે કે નાણાકીય ઉદ્દેશ પૂરો કરવા માટે કેટલો સમય લાગશે.

ચાલો આપણે એક રોકાણકારને ધ્યાનમાં લઈએ જેમણે રિઅલ એસ્ટેટ સોદામાં રૂ. 50 લાખની કમાણી કરી છે. આ નાણાંનું શું કરવું એ અંગેનો આખરી નિર્ણય લે તે પહેલા તેઓ રોકાણ કરવા માટે સુરક્ષિત સ્થળ શોધી રહ્યા છે. આ કિસ્સામાં આદર્શ સ્કિમ લિક્વિડ ફંડ છે, જે મૂડી સુરક્ષા માટે સામાન્યપણે ઉચ્ચ સંભાવનાની સાથે તરલતા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યા હોય છે. તેઓ ગમે તે સમયે ઇચ્છા અનુસાર રિડિમ કરી શકે છે. 

તેથી

વધુ વાંચો