ડિવિડન્ડથી ગ્રોથ ફંડમાં સ્વિચ કરતી વખતે રોકાણકારોએ શું ધ્યાનમાં લેવું જોઇએ?

ડિવિડન્ડથી ગ્રોથ ફંડમાં સ્વિચ કરતી વખતે રોકાણકારોએ શું ધ્યાનમાં લેવું જોઇએ? zoom-icon

ધારો કે તમે ફ્લાયઈન્ડિયા એરલાઇન્સ પર બેંગલોરથી ચેન્નઇની સવારની 8 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી છે. તમને અહેસાસ થાય છે કે તમે ફ્લાઇટ ખોટી બુક કરાવી છે અને તમારે ફરી બુકિંગ કરાવવું પડશે. તમને શું લાગે છે ફ્લાયઈન્ડિયા કયા પ્રકારના ચાર્જ લાગુ કરશે? સમાન એરલાઇન, પ્રવાસની સમાન તારીખ, સમાન ગંતવ્ય સ્થળ અને સમાન પ્રવાસી હોવા છતાં પણ તમે નિર્ણય બદલ્યો હોવાથી તમારે પેનલ્ટી ચુકવવી પડશે! 

મ્યુચ્યુઅલ ફંડ રોકાણના કિસ્સાઓમાં સમાન સ્કિમની અંદર એક વિકલ્પમાંથી બીજા વિકલ્પમાં તમારા રોકાણના થતા સ્વિચિંગને વેચાણ (રિડિમ્પશન) ગણવામાં આવે છે. તેથી તમે કેટલી અવધિ સુધી રોકાણ કર્યું છે તેને આધારે સ્વિચ કરવા પર એક્ઝિટ લોડ અને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે. 

સમાન સ્કિમની અંદર બે વિકલ્પો વિભિન્ન એનએવી ધરાવે છે અને તે જુદી જુદી રીતે સંચાલિત થાય છે. 

  • ગ્રોથ વિકલ્પ ફંડ્ઝમાંથી પ્રાપ્ત થયેલા નફાનું પુનઃરોકાણ કરે છે, જે તમને ચક્રવૃદ્ધિની શક્તિથી લાભ મેળવવા સક્ષમ બનાવે છે અને તે લાંબી અવધિનાં સંપત્તિનાં સર્જન માટે વધુ યોગ્ય હોય છે. 
  • ડિવિડન્ડ વિકલ્પમાં ફંડ દ્વારા થયેલા નફાની રોકાણકારોમાં વહેંચણી કરવામાં આવે છે. આ વિકલ્પ જે લોકો તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાંથી નિયમિત આવક મેળવવા માગતા હોય માત્ર તેમના માટે યોગ્ય છે.

જો તમને ડિવિડન્ડ વિકલ્પને બદલીને ગ્રોથ વિકલ્પમાં કે ગ્રોથને બદલીને ડિવિડન્ડ વિકલ્પમાં જવાની જરૂર લાગે તો એક્ઝિટ લોડ કે કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ થવા પાત્ર છે કે કેમ તે તપાસો.

426