ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં ડેટ ફંડ્ઝ નીચા, પરંતુ તુલનાત્મક રીતે સ્થિર વળતર આપે છે. તેઓ પોર્ટફોલિયોને સ્થિરતા પૂરી પાડે છે, કારણ કે તેઓ સ્થિર આવકનાં બજારમાં વહેવાર કરે છે, જે શેરબજાર કે જે ઇક્વિટી ફંડ્ઝને અસર કરે છે તેની તુલનામાં વધુ સ્થિર હોય છે. દરેક વ્યક્તિને બાળકનાં કોલેજનાં શિક્ષણ, મેડિકલ ખર્ચ, ઘર, નિવૃત્તિ વગેરે જેવા ભવિષ્યના વિવિધ નાણાકીય ધ્યેયોને પૂર્ણ કરવા માટે તૈયાર કરેલી નાણાકીય યોજનાની જરૂર હોય છે. આપણે આપણા જીવનમાં જુદા જુદા સમયે ઊભા થતા વિભિન્ન નાણાકીય ધ્યેયો હાંસલ કરવા માટે આપણા નાણાંનું રોકાણ વિવિધ અસ્કયામતો જેવી કે સંપત્તિ, સોનું, સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં કરીએ છીએ.
ટૂંકા ગાળામાં પોતાની અસ્થિર પ્રકૃત્તિને લીધે ઇક્વિટી ફંડ્ઝ નિવૃત્તિ યોજના જેવા લાંબા ગાળાના ધ્યેયો માટે યોગ્ય છે, જ્યારે તેની તુલનામાં ડેટ ફંડ્ઝ ટૂંકા ગાળાના ધ્યેયો માટે સૌથી વધુ યોગ્ય છે. જો તમે બોનસ પ્રાપ્ત
વધુ વાંચો