હા! સાધારણ બચત કે નાની શરૂઆત ધરાવતા રોકાણકારો માટે પણ મ્યુચ્યુઅલ ફંડ્ઝ આદર્શ રોકાણ વાહન છે.
બેંકમાં બચત (એસબી) ખાતું ધરાવતી લગભગ દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં રોકાણ કરી શકે છે. દર મહિને ₹ 500 જેટલી ઓછી રકમની સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ નિયમિત રોકાણ કરવાની ટેવને પ્રોત્સાહન આપે છે.
મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાના રોકાણકારો માટેના અન્ય લાભ -
- વહેવારની સરળતા: રોકાણ, સમીક્ષા, સંચાલન અને મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાંથી રિડિમિંગ વગેરે તમામ સરળ પ્રક્રિયા છે.
- સંપૂર્ણ પારદર્શકતા મેળવોઃ પહેલીવાર રોકાણ કરનારા લોકો મહત્તમ પારદર્શકતા, સ્પષ્ટ ઘોષણાઓ અને ખાતાઓનું સમયસર સ્ટેટમેન્ટ જેવી બાબતો શોધતા હોય છે.
- પ્રોફેશનલ રીતે મેનેજ કરવામાં આવે છેઃ તમે એક વૈવિધ્યસભર પોર્ટફોલિયોનું નિર્માણ કરી શકો છો, જેને ફંડ મેનેજરો દ્વારા પ્રોફેશનલ રીતે મેનેજ કરવામાં આવે છે, જેઓ ઊંડાણ પૂર્વકના સંશોધન પછી જ તેમના નિર્ણયો લે છે.
- દરેક રોકાણકાર સમાન છેઃ રોકાણકારે ₹500નું રોકાણ કર્યું હોય કે