જો તમે તમારા માસિક ઘરખર્ચને સંચાલિત કરવા માટે નિયમિત આવકના પ્રવાહનો વિચાર કરી રહ્યા હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક વિડ્રોવલ પ્લાન્સ (એસડબ્લ્યુપી)ને ધ્યાનમાં લેવો જોઇએ. આના માટે તમારે માત્ર એટલું કરવાનું છે કે કોઇ યોગ્ય સ્કિમમાં મોટી લમ્પસમ રકમનું રોકાણ કરો અને એક વર્ષ પછી એસડબ્લ્યુપી શરૂ કરી દો, જેથી ટૂંકા ગાળાનો કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ લાગુ નહીં થાય. તમે તમારી જરૂરિયાત અનુસાર ચુકવણીની રકમ અને સંખ્યા (ફ્રિક્વન્સી) નક્કી કરી શકો છો અને તમે ઇચ્છો ત્યારે તેમને બદલી પણ શકો છો.
એસડબ્લ્યુપી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં ડિવિડન્ડ વિકલ્પ પસંદ કરવા કરતા વધુ સારી છે, કારણ કે ડિવિડન્ડની ચુકવણીની બાંયધરી હોતી નથી. તેઓ તમારા નાણાંનું મ્યુચ્યુઅલ ફંડે જે કંપનીઓમાં રોકાણ કર્યું હોય તેમના દ્વારા થતા નફાને આધિન હોય છે. જો બજાર ઘટે અને તમારા ફંડ તેના પોર્ટફોલિયોમાં નુકસાન કરે
વધુ વાંચો