તેની સ્થાપના બચત, રોકાણ તથા સિક્યુરિટીઝમાંથી થતી આવક અને નફામાં સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર અને રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. આ તબક્કામાં UTIનો દબદબો હતો અને તેણે વર્ષ 1964માં તેની પ્રથમ સ્કીમ લૉન્ચ કરી હતી, જે સલામત અને બાંયધરીપૂર્વકનું વળતર આપતી હતી અને તેણે ઘણાં નાના રોકાણકારોને માર્કેટ તરફ આકર્ષિત કર્યા હતા.
> બીજો તબક્કો (વર્ષ 1987થી 1993)
આ તબક્કા દરમિયાન ઘણી પબ્લિક સેક્ટર બેંકો અને વિવિધ નાણાકીય સંસ્થાઓ મ્યુચ્યુઅલ ફંડના ક્ષેત્રમાં દાખલ થઈ. વર્ષ 1987માં SBI મ્યુચ્યુઅલ ફંડ લૉન્ચ થયું અને તે ભારતમાં પ્રથમ નોન-UTI મ્યુચ્યુઅલ ફંડ હતું. આ સમયગાળામાં UTI અને અન્ય મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઘણી નવી સ્કીમો બહાર પાડવામાં આવી અને રોકાણકારોને વધુને વધુ નવા વિકલ્પો પ્રાપ્ત થયાં.
> ત્રીજો તબક્કો (વર્ષ 1993થી 2003)
વર્ષ 1993માં એક મોટું સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું, જ્યારે સરકારે ખાનગી પ્લેયરોને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં દાખલ થવાની મંજૂરી આપી. તેના પરિણામે ઘણી ખાનગી ક્ષેત્રની એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC)ની રચના થઈ. આ તબક્કામાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની વચ્ચે તીવ્ર હરિફાઈ થઈ અને આ ઇન્ડસ્ટ્રીનો ઝડપથી વિકાસ થયો. વર્ષ 1993માં SIP શરૂ કરવામાં આવી, જેણે રોકાણ કરવાની વ્યૂહરચના જ બદલી નાંખી અને તેણે રીટેઇલ રોકાણકારો માટે રોકાણને વધુ પદ્ધતિસરનું અને પરવડે તેવું બનાવી દીધું.
> ચોથો તબક્કો (ફેબ્રુઆરી 2003 - એપ્રિલ 2014)
ફેબ્રુઆરી 2003માં યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા એક્ટ, 1963 રદ કરવામાં આવ્યાં બાદ UTI બે એન્ટિટીઓમાં વિભાજિત થઈ ગઈઃ SUUTI (સ્પેસિફાઇડ અંડરટેકિંગ ઑફ યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) અને UTI મ્યુચ્યુઅલ ફંડ, જેનું સંચાલન SEBIના વિનિયમો હેઠળ થઈ રહ્યું છે. વર્ષ 2009માં વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ સમગ્ર વિશ્વમાં સિક્યુરિટીઝ માર્કેટમાં મંદી આવી ગઈ. માર્કેટ ટોચ પર હતું ત્યારે તેમાં પ્રવેશનારા ઘણાં રોકાણકારોએ મોટી ખોટ સહન કરવી પડી, જેના કારણે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સમાંથી લોકોનો ભરોસો ઉઠી ગયો. SEBI દ્વારા એન્ટ્રી લૉડને નાબુદ કરવામાં આવતાં અને નાણાકીય કટોકટીના પ્રભાવોએ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની કમર તોડી નાંખી. તેના પરિણામે વર્ષ 2010થી 2013 દરમિયાન એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)ની વૃદ્ધિ ધીમી પડી ગઈ, કારણ કે આ ઇન્ડસ્ટ્રી મંદી માંથી ઉગરવામાં ઘણો સંઘર્ષ કરી રહી હતી.
> પાંચમો તબક્કો (મે 2014થી અત્યાર સુધી)
મ્યુચ્યુઅલ ફંડની મર્યાદિત પહોંચ અને હિતધારકોના હિતોને સુસંગત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને SEBIએ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરનું પુનરુત્થાન કરવા માટે કેટલાક પગલાં લીધાં. આ પગલાં નકારાત્મક વલણોને પલટાવવામાં સફળ થયાં અને નવી સરકારે હવાલો સંભાળ્યાં બાદ તેમાં સુધારો જોવા મળ્યો. મે 2014થી આ ઇન્ડસ્ટ્રીમાં સ્થિર પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેની સાથે એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) અને રોકાણકારોના ખાતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રિબ્યુટરોએ પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એપ્રિલ 2016માં SIP ખાતાઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ હતી. ઓગસ્ટ, 2024 સુધીમાં ભારતમાં 9.61 કરોડ SIP ખાતા હતાં.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.