બજાર જોખમ, ઇક્વિટી ફંડને અસર કરતું પ્રાથમિક જોખમ છે. સમગ્ર શૅરબજારને અસર કરતાં વિભિન્ન કારણોને લીધે, જામીનગીરીઓનાં મૂલ્યમાં નુકસાન થવાનું જે જોખમ રહેલું છે, તે જોખમને બજાર જોખમ કહેવાય છે. તેથી બજાર જોખમને સિસ્ટમેટિક રિસ્ક (તંત્રગત જોખમ) તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એવું જોખમ જેને વહેંચી દઇને દૂર કરી શકાય નહીં.
બજાર જોખમ માટે ઘણાં પરિબળો જવાબદાર હોઇ શકે છે, જેવાં કે મેક્રોઇકોનોમિક વલણો, વૈશ્વિક આર્થિક કટોકટી, ભૂરાજકીય તંગદિલી અથવા નિયમનકારી ફેરફારો પણ. બજાર જોખમમાં સૌથી મોટો ભાગ ભજવનારું અને ઇક્વિટી ફંડ પર અસર કરનારું જે જોખમ છે, એ છે ઇક્વિટી કિંમતનું જોખમ. જ્યારે બજાર તૂટે છે ત્યારે તમામ શૅરના ભાવને અસર થાય છે, જેને પરિણામે ઇક્વિટી ફંડની કામગીરી પર અસર થાય છે. બજાર જોખમ માટે જવાબદાર જે સ્રોતો આગળ જણાવ્યા છે તે ઉપરાંત, તેને માટે કારણભૂત પરિબળોમાં એક પરિબળ ચલણનું જોખમ પણ છે અને ઇક્વિટી ફંડ પર તેની અસર પણ થઇ શકે. ચલણનું જોખમ એવા ફંડ સાથે સંબંધ ધરાવે છે, જે બહુવિધ દેશોમાં કામગીરી ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે.
ઇક્વિટી ફંડ વિભિન્ન ઉદ્યોગોમાં અથવા ક્ષેત્રોમાં રોકાણ કરતા હોવાથી તેમના પર, જે-તે ઉદ્યોગને લગતું, તેની સાથે સંકળાયેલું જોખમ પણ તોળાતું હોય છે. ઉદાહરણ તરીકે, જે- તે ઉદ્યોગમાં કાર્યરત કંપનીઓ પર વિપરિત અસર કરે તેવી પ્રતિકૂળ ઘટનાનું જોખમ. ઇક્વિટી ફંડ પર, કંપનીમાં બનનારી પ્રતિકૂળ ઘટનાની પણ અસર પડી શકે છે. જેમ કે કંપનીનાં સંચાલન મંડળ કે નીતિમાં ફેરફાર થવો. આને કંપનીને લગતાં ચોક્કસ જોખમ તરીકે ઓળખવામાં આવે છે. અનસિસ્ટમેટિક રિસ્ક (અતંત્રગત જોખમ) તરીકે પણ ઓળખવામાં આવતાં એટલે કે જે-તે ઉદ્યોગ અને કંપનીને લગતાં ચોક્કસ જોખમો, વહેંચી દઇને તે રીતે ઘટાડી શકાય છે.