મ્યુચ્યુઅલ ફંડમાં સીધી અને નિયમીત યોજનાની વચ્ચે કઈ રીતે પસંદગી કરવી?

મ્યુચ્યુઅલ ફંડમાં સીધી અને નિયમીત યોજનાની વચ્ચે કઈ રીતે પસંદગી કરવી? zoom-icon

તમે જ્યારે વિતરક જેવા મધ્યસ્થી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે અંતે તમે સ્કિમનાં રેગ્યુલર પ્લાનમાં જ રોકાણ કરશો. મધ્યસ્થી મારફતે રોકાણ કરવાના નિશ્ચિત લાભ હોય છે. તમારા વિતરક તમને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયો માટે યોગ્ય હોય એવી સ્કિમ્સની પસંદગી કરવામાં તમને મદદ કરી શકે છે. તમે પ્રથમ વખતના રોકાણકાર હોય એવા કિસ્સામાં ફોર્મ ભરવા ઉપરાંત વિતરક તમને કેવાયસી જેવી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં, એસઆઇપી/ એસડબ્લ્યુપી/ એસટીપી સેટ અપ કરવામાં મદદ કરશે.

વિતરક તમારા નાણાકીય ધ્યેયો બદલાય, કે નફો બુક કરવા કે ઇચ્છિત અસ્કયામતની ફાળવણી કરવા માટે તમારા પોર્ટફોલિયોમાં પુનઃસંતુલનની જરૂર હોય તે દરમિયાન તમારા પોર્ટફોલિયોને સમાયોજિત કરવામાં પણ મદદ કરી શકે છે. મધ્યસ્થી તમારા પોર્ટફોલિયો સાથે તમને અપ-ટુ-ડેટ રાખવાનું, સરનામાં, નોમિનીમાં ફેરફાર કરવાની આવશ્યકતા હોય ત્યારે તમારી વ્યક્તિગત વિગતો અપડેટ કરવાનું સુનિશ્ચિત કરવા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે.

વધુ વાંચો
426