મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ લિંક્ડ પ્રોડક્ટ (બજાર સાથે સંકળાયેલી પ્રોડક્ટ) છે, જે વિભિન્ન પ્રકારનાં જોખમો ધરાવે છે અને તેમનાં વળતરની ખાતરી હોતી નથી. યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવામાં માત્ર તેનાં રોકાણનો ઉદ્દેશ અને વળતર ક્ષમતા પર જ નહીં, પરંતુ તેનાં જોખમનાં મૂલ્યાંકન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જે રીતે દરેક રોકાણકાર અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને જોખમ લેવાનાં સાહસનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે, તે જ રીતે દરેક રોકાણકારની મ્યુચ્યુઅલ ફંડની પસંદગી પણ અલગ જ હોવાની છે. જોખમની પસંદગી ઉપરાંત, દરેક રોકાણકાર અમુક ચોક્કસ લક્ષ્યાંક ધરાવતો હશે, જે મૂલ્ય અને સમય અવધિ- બંને દ્રષ્ટિએ અનોખાં હશે. તેથી યોગ્ય મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવા માટે વ્યક્તિએ, જોખમ-વળતર-સમય અવધિનાં ધોરણોને ધ્યાનમાં રાખીને વિભિન્ન ફંડનું મૂલ્યાંકન કરવું જોઇએ.
ચાલો, આપણે આને ઉદાહરણ સાથે સમજીએ. 30 વર્ષની અને 50 વર્ષની વ્યક્તિ, બંને કદાચ નિવૃત્તિ માટે
વધુ વાંચો