રોકાણ કરતા પહેલાં અફવાહો સાથે કેવી રીતે કામ પાર પાડવું?

Video

એવું કેટલી વાર બને છે કે તમારી આજુબાજુના પરિચિત લોકોએ શેરબજારમાં એ કારણથી નાણાં ગુમાવેલા હોય છે કારણ કે તેઓ એ ધારી નથી શકતા કે આગામી ક્ષણે બજાર કઈ તરફ જશે અથવા તો બજાર હવે કઈ દિશામાં જશે તેની જાણકારી હોવાને લીધે તેમણે નાણાં બનાવ્યા હોય? બજારના શ્રેષ્ઠ વિશ્લેષકો પણ આગામી ક્ષણે બજાર કઈ દિશા તરફ જશે તે અંગે સચોટ આગાહી કરી શકતા નથી કારણ કે નાણાકીય બજારો સેન્ટિમેન્ટ દ્વારા ચાલતા હોય છે અને બજારનું સેન્ટિમેન્ટ તો બજારના સમાચારો જ નક્કી કરે છે.

આજના રોકાણકાર પાસે બજારના સમાચારો સુધી સરળ પહોંચ હોય છે જે વાસ્તવિક રીતે સાચા હોઈ શકે અથવા તો માત્ર અફવા કે અટકળ પણ હોઈ શકે. રોકાણના નિર્ણયો તો વાસ્તવિક રીતે સચ્ચાઈ આધારિત હોય તો હકારાત્મક પરિણામો રળી આપી શકે છે, પરંતુ માત્ર અફવા કે અટકળ પર આધારિત લીધાલા નિર્ણયોથી તો રોકાણકારોને નુકસાન થઈ શકે છે.

વર્તણૂંકની નાણાકીય થિયરી અનુસાર, રોકાણકારો સ્વભાવગત રીતે અતાર્કિક હોય છે, એટલે કે તેમની રોકાણની વર્તણૂંક સંશોધન અને વિશ્લેષણ આધારિત નથી હોતી પરંતુ ઊલટાનું તેઓ તો વિવિધ ચિંતનકારી તેમજ સંવેદનશીલ પક્ષપાતોથી પ્રભાવિત હોય છે જેમાં સાંભળેલી વાતોની માનસિકતા પણ સામેલ છે. આ કારણથી કોઈ પણ ખોટી બજાર માહિતીથી રોકાણકારોમાં દહેશત વ્યાપે તો તેનાથી રોકાણકારોની સંપત્તિમાં વ્યાપક ધોવાણ થાય છે.

તો પછી રોકાણકાર કેવી રીતે બજારમાં ચોતરફથી ખરાઈ કરેલાથી માંડીને અફવાહો સુધીના તમામ પ્રકારોના સમાચારોનું ઘોડાપૂર આવ્યું હોય ત્યારે પણ પોતાની જાતને સ્થિર રાખી શકે? આ સમયે જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણો લાખો કરોડો રોકાણકારોને ઉગારી શકે છે કે જેમનામાં સઘન સંશોધન અને વિશ્લેષણ કરવા માટે પૂરતી ક્ષમતા કે સંસાધનો જ નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ઉપરની તમામ સમસ્યાઓને ખાળી શકાય છે કારણ કે તમારા વતી વ્યાવસિક ફંડ મેનેજરો જ રોકાણલક્ષી નિર્ણયો લેતા હોય છે.

ફંડ મેનેજર્સ પાસે સંશોધન વિશ્લેષકોની એક ટીમ હોય છે કે જે કોઈ પણ જામીનગીરીને ખરીદવા, વેચવા અથવા જાળવી રાખવાને લગતો નિર્ણય લેતા પહેલાં તે દરેકના વિશે તમામ જાહેર માહિતીના આધારે સઘન સંશોધન કરીને તેનું મૂલ્યાંકન કરે છે. આપ ફંડના પોર્ટફોલિયોમાં કોઈ સિક્યોરીટી અંગે કે ફંડ વિષે ચિંતાજનક લાગતા બજારના કોઈ સમાચાર સાંભળો તો આપ ક્યારેય પણ આપના સેબીમાં નોંધાયેલા ફાયનાન્સીયલ એડવાઈઝર (આર્થિક સલાહકાર) કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચી શકો છો.

426
477