જોખમ ઘણા સ્વરૂપમાં દેખાય છે. ઉદાહરણ તરીકે જો તમે એક કંપનીના શેર ધરાવો છો, તો તેમાં કિંમતનું જોખમ કે બજાર જોખમ કે કંપની વિશેષ જોખમ હોય છે. માત્ર તે કંપનીના શેર ઉપરના કારણોસર અથવા આ કારણોનાં સંયોજનને લીધે ઘટી કે પછી તૂટી પણ શકે છે.
જોકે મ્યુચ્યુઅલ ફંડમાં એક સામાન્ય પોર્ટફોલિયો ઘણી જામીનગીરીઓ ધરાવે છે તેથી તે “વૈવિધ્યતા” ઓફર કરે છે. હકીકતમાં વૈવિધ્યતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના સોથી મોટા લાભ પૈકીનો એક છે. તે એ સુનિશ્ચિત કરે છે કે એક કે થોડી જામીનગીરીઓની કિંમતમાં ઘટાડો પોર્ટફોલિયોના દેખાવને ચિંતાજનક રીતે અસર કરતો નથી.
ધ્યાનમાં લેવા જેવું અન્ય મહત્ત્વપૂર્ણ જોખમ તરલતાનું જોખમ છે. તરલતા શું છે ? આ અસ્કયામતને રોકડમાં રૂપાંતરિત કરવાની સગવડ છે. ધારો કે રોકાણકાર 10 વર્ષ માટે લોક-ઈન હોય એવું રોકાણ ધરાવે છે અને તેણીને ત્રીજા વર્ષમાં નાણાંની જરૂર છે. આ
વધુ વાંચો