તમે પ્રારંભિક તબક્કેથી તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો?

તમે પ્રારંભિક તબક્કેથી તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો કેવી રીતે બનાવશો? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણ કરવાની એક લવચિક પસંદગી છે, કારણ કે તે એસેટ ક્લાસ, જોખમો, રોકાણની રકમ અને લિક્વિડિટીના સંદર્ભમાં વ્યાપકપણે વિકલ્પો આપે છે. પરંતુ, શરૂઆત કરનારા લોકો માટે, મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવવા માટે પ્રથમ પગલું ભરવું પડકારજનક હોઇ શકે છે. તમે કેટલાક મૂળભૂત માર્ગદર્શક સિદ્ધાંતોની મદદથી તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવી શકો છો. 

તમારો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા:

  • તમારી જોખમ સહન કરવાની ક્ષમતા સમજો: તમારી જોખમ સહન કરવાની ક્ષમતા એ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે જે જોખમ લેવા માટે તૈયાર હોવ તે સ્તર છે. જ્યારે તમે નક્કી કરો કે તમે તમારા રોકાણ માટે કેટલું જોખમ લઇ શકો છો, ત્યારે તમે તમારા માટે યોગ્ય હોય એવા ફંડના પ્રકારો નક્કી કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે જોખમ સહન કરવાની ઉચ્ચ ક્ષમતા ધરાવતા હોવ, તો ઇક્વિટીમાં મહત્તમ ફાળવણી કરી
વધુ વાંચો