એપ્રિલ 2020 પહેલાં, મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ રોકાણકારો માટે કર-મુક્ત હતું એટલે કે તેમણે પોતાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો પર થતી ડિવિડન્ડની આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો નહોતો. ચોખ્ખી વિતરણનેપાત્ર સરપ્લસની ગણતરી કરવા માટે ફંડ હાઉસ દ્વારા વિતરણને પાત્ર સરપ્લસ (નફો)માંથી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને (DDT) બાદ કરી દેવાતો હતો. આ રકમનું ડિવિડન્ડ વિકલ્પની પસંદગી કરનારા તમામ રોકાણકારો દ્વારા ફંડમાં ધારણ કરાયેલા યુનિટના પ્રમાણમાં વિતરણ કરી દેવાતું હતું.
હવે, મ્યુચ્યુઅલ ફંડોએ DDTની એસ સોર્સ (સ્થળ પર) કપાત કરવાની જરૂર નથી, પરંતુ રોકાણકારો પોતાના સર્વોચ્ચ આવક વેરાના સ્લેબના આધારે મ્યુચ્યુઅલ ફંડોમાંથી મળતા ડિવિડન્ડ પર આવક વેરો ચૂકવવા જવાબદાર રહે છે. જ્યારે DDT પ્રણાલિમાં, ડિવિડન્ડ વિકલ્પની પસંદગી કરનારા રોકાણકારોને એકસમાન કરના દરે અસર થતી હતી, પરંતુ હવે ડિવિડન્ડની આવક પર કરની અસર રોકાણકારથી રોકાણકારે બદલાઈ જશે. આવક વેરાના 30% સ્લેબમાં રહેલા રોકાણકારે 20%ના કર સ્લેબમાં
વધુ વાંચો