એ દિવસો વિતી ગયા જ્યારે લોકો પૂર્વ માહિતી વિના તેમના જીવનમાં મહત્ત્વનાં પગલાં લેતા હતા, પછી તે કાર ખરીદવી હોય કે કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરવાના હોય. પરંતુ આજે માહિતી તમારી આંગળીના ટેરવા પર ઉપલબ્ધ છે. આગામી ભોજન માટે શેનો ઓર્ડર કરવો એવી નાની બાબતો અંગે પણ થોડું સંશોધન કે તુલના કર્યા પછી નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્ઝ કોઇ અપવાદ નથી.જો તમને વિભિન્ન કેટેગરીઝનાં ફંડ્ઝ અને તેમના હેઠળ લિસ્ટ થયેલી તમામ સ્કિમ્સ શોધવામાં મુશ્કેલી થઈ રહી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે દરેક કેટેગરી હેઠળ સ્કિમ્સની તુલના રજૂ કરતી વિશ્વસનીય વેબસાઇટની મુલાકાત લઈને આ પડકારમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો. તમે ભૂતકાળના દેખાવ, ફંડ્ઝની જોખમ પ્રોફાઇલ, ફંડ્ઝ કેટલા સમયથી છે તે અને ફંડનાં કદ જેવા પાસાઓ જોઇ શકો છો.
તમે એક છત હેઠળ તમામ સ્કિમ્સના દેખાવ સુધી
વધુ વાંચો