મોટા ભાગની મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ ઓપન એન્ડ સ્કિમ્સ હોય છે, જે રોકાણકારોને સમયનાં કોઇ નિયંત્રણો વિના રોકાણ કરેલી સમગ્ર રકમને રિડિમ કરવાની મંજૂરી આપે છે.
માત્ર અમુક પરિસ્થિતિઓમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા લીધેલા નિર્ણય અનુસાર અસાધારણ સંજોગો હેઠળ રિડિમ્પશન પર નિયંત્રણ લાદવામાં આવે છે.
સેક્શન 80સી હેઠળ વેરાના લાભ ઓફર કરતી તમામ ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ્સમાં (ઇએલએસએસ) 3 વર્ષની અવધિ માટે ‘લોક-ઇન’ રોકાણ કરવું આવશ્યક છે. જોકે તે અવધિ દરમિયાન આ સ્કિમ્સ દ્વારા જાહેર કરેલા કોઇ ડિવિડન્ડ નિયંત્રણો વિના ચુકવણી માટે ઉપલબ્ધ હોય છે. સ્કિમ્સની અન્ય કોઇ કેટેગરી આવા કોઇ લોક-ઇન લાદી શકે નહીં. અમુક સ્કિમ્સ પાકતી મુદ્દત પહેલા રિડિમ્પશન માટે એક્ઝિટ-લોડ લાદી શકે છે, જેથી ટૂંકી અવધિ માટે રોકાણ થતું રોકી શકાય. એએમસી રજૂ કરી શકાતી લઘુત્તમ રકમ નિર્ધારિત કરી શકે છે. આવી તમામ માહિતી સ્કિમને લગતા દસ્તાવેજોમાં સામેલ હોય છે,
વધુ વાંચો