રોકાણ કરતી વખતે ભૂલ તમામ પ્રકારનાં રોકાણમાં થાય છે અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ તેમાંથી બાકાત નથી.
મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરતી વખતે થતી સામાન્ય ભૂલો પૈકીની કેટલીક છેઃ
- પ્રોડક્ટને સમજ્યા વિના રોકાણ કરવું: ઉદાહરણ તરીકે ઇક્વિટી ફંડ્ઝ લાંબા ગાળા માટે હોય છે, પરંતુ રોકાણકારો ટૂંકા ગાળામાં સરળ વળતરની અપેક્ષા રાખતા હોય છે.
- જોખમ પરિબળો જાણ્યા વિના રોકાણ કરવું: તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ અમુક જોખમ પરિબળો ધરાવે છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા તેમને સમજવાની જરૂર હોય છે.
- યોગ્ય રકમનું રોકાણ નહીં કરવું: ઘણા લોકો ઘણી વખત ધ્યેય કે યોજના વિના યાદચ્છિત રીતે રોકાણ કરતા હોય છે. આવા કિસ્સાઓમાં રોકાણ કરેલી રકમ ઇચ્છિત પરિણામો આપી શકતી નથી.
- ઘણી વહેલી તકે રિડિમ કરવું: રોકાણકારોની ઘણી વખત ધિરજ ખૂટી જાય છે કે વળતરનો ઇચ્છિત દર પૂરો પાડી શકે તે માટે રોકાણને પૂરતો સમય આપતા નથી અને તેથી પાકતી મુદ્દત પહેલા રિડીમ કરે છે.
- ટોળામાં જોડાઇ જવું: ઘણી વખત રોકાણકારો વ્યક્તિગત વિવેકથી કાર્ય કરતા નથી અને બજાર કે માધ્યમમાં ચાલી રહેલી વાતોમાં આવીને ખોટા નિર્ણયો લઈ લે છે અને તેથી ખોટી પસંદગી કરે છે.
- યોજના વિના રોકાણ કરવુઃ આ કદાચ સૌથી મોટી ભૂલ છે. રોકાણ કરેલા દરેક રૂપિયા માટે યોજના કે ધ્યેય હોય તે આવશ્યક છે.
424