નાણાકીય બજારોમાં કેવાયસીને રજૂ કરવા પાછળનાં મુખ્ય કારણો પૈકીનું એક છેતરપિંડી, કરચોરી અને નાણાંની હેરફેરના કિસ્સાઓને મર્યાદિત કરવાનો/રોકવાનો હતો. આમ કરવા માટે કોઇ પણ નાણાકીય વહેવારોના કિસ્સામાં તેના સ્ત્રોત અને ગંતવ્ય સ્થાન શોધવું આવશ્યક છે. અહીં કેવાયસીને મજબૂત કરવામાં આવી હતી અને રોકાણ તથા બેંક ખાતાઓના કિસ્સામાં આ પ્રક્રિયાને ફરજિયાત અને આકરી બનાવવામાં આવી હતી.
જામીનગીરી બજારની નિયમનકાર સેબીએ સીકેવાયસી- સમગ્ર જામીનગીરી બજારો માટે સામાન્ય કેવાયસીની રજૂઆત મારફતે રોકાણકારો માટે જામીનગીરી બજારને સરળ બનાવ્યું છે. એક વખત તમે આ પૂર્ણ કરો ત્યાર પછી તમે જામીનગીરી બજારની કોઇ પણ પ્રોડક્ટ ખરીદી કે વેચી શકો છો.
426