ઘણા લોકો માટે ચક્રવૃદ્ધિની શક્તિ એક મુશ્કેલ વિષય હોય એવું લાગે છે. પરંતુ આવું નથી. આને સરળ રીતે સમજવામાં અમે મદદ કરીશું.
ચાલો આપણે ધારીએ કે કોઇ વ્યક્તિએ વર્ષદીઠ 8%ના દરે રૂ. 10,000નું રોકાણ કર્યું છે. વર્ષ માટે વ્યાજ રૂ. 800 થશે. જોકે જ્યારે વ્યાજનું આ જ રોકાણમાં પુનઃરોકાણ કરવામાં આવે ત્યારે આગામી વર્ષે આવક રૂ. 10,000નાં મૂળ રોકાણ પર તેમ જ રૂ. 800નાં વધારાનાં રોકાણ પર પણ એકત્રિત થશે. આનો અર્થ એવો થાય છે કે બીજા વર્ષ માટે આવક રૂ. 864 હશે. જેમ વર્ષો વિતતા જાય તેમ વર્ષ માટેનું વ્યાજ વધતું જશે, કારણ કે દર વર્ષે વધારાનું રોકાણ થાય છે.
જો વળતરનું પુનઃરોકાણ કરવામાં આવે તો ચોક્કસ સમયગાળા પછી કેટલા નાણાં એકત્રિત થશે ? ચાલો આપણે જોઇએ.
રોકાણઃ રૂ. 1,00,000
વળતરનો દરઃ વર્ષદીઠ 8%
ઉપર આપેલું કોષ્ટક કેટલીક રસપ્રદ પેટર્ન દર્શાવે છે. રોકાણ લાંબા ગાળા સુધી જાળવી રાખવામાં આવતું હોવાથી આવક ઝડપથી વૃદ્ધિ પામતી રહે છે. પ્રથમ 5 વર્ષમાં આવક રૂ. 0.47 લાખ હતી, જ્યારે પછીના 5 વર્ષના સમયગાળા માટે તે રૂ. 0.69 લાખ હતી (રૂ. 2.16 લાખ – રૂ. 1.47 લાખ) 21માં વર્ષની આવક – એક વર્ષ – રૂ. 0.37 લાખ હતી.
“જેમ સમય આગળ વધતો જાય છે તેમ આવક વધતી નથી, પરંતુ તે ઝડપથી વૃદ્ધિ પામે છે”
મૂળભૂત રીતે ચક્રવૃદ્ધિ તમારા મૂળ રોકાણ વત્તા કમાવેલી આવક પર આવક કમાવવાની પ્રક્રિયા છે – આવક પર પણ કમાણી થવાની શરૂઆત થાય છે, કારણ કે તેનું પુનઃરોકાણ થાય છે.
*કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કૅલ્ક્યુલેશન્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.