આપણે કરીએ છીએ એ દરેક રોકાણમાં જોખમ સામેલ હોય છે, માત્ર તેમનો પ્રકાર અને પ્રમાણ અલગ અલગ હોય છે. આ બાબત મ્યુચ્યુઅલ ફંડ્ઝને પણ લાગુ થાય છે.
જ્યારે રોકાણ પરનાં વળતરની વાત આવે ત્યારે તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ સમાન જોખમ ધરાવતી નથી.
ઇક્વિટી સ્કિમ્સ લાંબા ગાળે શ્રેષ્ઠ વળતરપૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે, જે સંપત્તિનું સર્જન કરી શકે છે. યાદ રાખો ફુગાવો એક જોખમ છે અને ફુગાવાને હરાવવા માટે ઇક્વિટીઝ અસ્કયામતનો શ્રેષ્ઠ વર્ગ છે. તેથી કેટલાક જોખમો લેવા લાયક હોય છે.
જ્યારે બીજી બાજુએ લિક્વિડ ફંડ્ઝ સાથે સંકળાયેલા જોખમ ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં નોંધપાત્ર નીચા હોય છે. લિક્વિડ ફંડ નીચું જોખમ લઈને મૂડીની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને લેવામાં આવેલા જોખમને અનુરૂપ વળતરનું સર્જન કરે છે.
એ વાત પણ યાદ રાખવી મહત્ત્વપૂર્ણ છે કે માત્ર વળતર પરનું જોખમ જ તમારે ધ્યાનમાં લેવાનું નથી હોતું. અન્ય જોખમો પણ છે – દા.ત. તરલતાનું જોખમ. તરલતાનું જોખમ તમારા રોકાણને રોકડમાં રૂપાંતરિત કરવાની સરળતા માપે છે. આ જોખમ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં સૌથી નીચું હોય છે.
અંતે જોખમના પ્રકાર અને પ્રમાણ યોગ્ય સમજ અને સ્કિમનાં મૂલ્યાંકન મારફતે અને મ્યુચ્યુઅલ ફંડના વિતરકનું કે રોકાણ સલાહકારનું માર્ગદર્શન લઈને શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે.