ઇક્વિટી ફંડ્ઝ કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ કરે છે, જ્યારે ડેટ ફંડ્ઝ કંપનીના બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનોમાં રોકાણ કરે છે. આ ફંડ્ઝ વિભિન્ન અસ્કયામતોમાં આપણા નાણાંનું રોકાણ કરતા હોવાથી તેઓ અન્ડરલાઇંગ અસ્કયામતોના વર્ગને અસર કરતા જોખમ પરિબળો દ્વારા અસર પામે છે.
સ્ટોક્સ બજારની ગતિવિધિ દ્વારા અસર પામે છે. તેથી બજાર જોખમ ઇક્વિટી ફંડ્ઝને અસર કરતું સૌથી મોટું એક જોખમ પરિબળ છે. આંતરરાષ્ટ્રીય ઇક્વિટી ફંડ્ઝ એક્સચેન્જ દરમાં થતી વધઘટને લીધે ચલણનાં જોખમનો પણ સામનો કરે છે. ઇક્વિટી ફંડ્ઝ આર્થિક અને ઉદ્યોગ જોખમોનો વધુ સામનો કરે છે, કારણ કે સ્ટોક્સ કંપનીના કારોબાર અને આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે.
બોન્ડ્સ વ્યાજદરમાં થતા ફેરફારથી અસર પામે છે, કારણ કે બોન્ડ્સ બીજું કશું નહીં પણ ધિરાણ આપતા સાધનો છે. તેથી વ્યાજદર ડેટ ફંડ્ઝને અસર કરતું મોટું જોખમ છે. બોન્ડ્સ ડિફોલ્ટ અને ક્રેડિટ ઘટાડાને પણ આધિન હોય છે, એટલે કે બોન્ડ જારી કરનાર બોન્ડ હેઠળ ચુકવણી કરવામાં નિષ્ફળ જઈ શકે એવી સંભાવના અથવા તે એવી નાણાકીય કટોકટીમાં સપડાય જેનાથી બોન્ડ હેઠળ ચુકવણી કરવામાં અસક્ષમ થઈ શકે. તેથી ડેટ ફંડ્ઝ નોંધપાત્ર ડિફોલ્ટ અને ક્રેડિટ જોખમનો સામનો કરે છે.
બંને પ્રકારનાં ફંડ્ઝ તરલતાનાં જોખમનો સામનો કરે છે એટલે કે ફંડ મેનેજરને પોર્ટફોલિયોમાંથી એવા કેટલાક હોલ્ડિંગ્સ કે જેમનું ટ્રેડ ઓછું થતું હોય કે તે જામનગીરી માટે માગનો અભાવ હોય તો તેમનું વેચાણ કરવું મુશ્કેલ લાગી શકે છે.
શું ઇક્વિટી અને ડેટ ફંડ્ઝ વિભિન્ન જોખમ પરિબળો ધરાવે છે?
426