લૉંગડ્રાઇવ દરમિયાન શું તમે તમારી ઝડપ કે સ્થળ અંગે અને ત્યાં કેવી રીતે પહોંચવું તેની ચિંતા કરો છો? સ્વાભાવિક રીતે તમે બમ્પ્સ ગણતા નથી, પરંતુ સુરક્ષિત રીતે અને સમયસર તમારાં નિર્ધારિત સ્થળે પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો. આ જ બાબત મ્યુચ્યુઅલ ફંડ માટે લાગુ થાય છે. તમારે રોજે એનએવીમાં થતી વધઘટ અંગે ચિંતા કરવી ન જોઇએ, પરંતુ તે તમને નક્કી કરેલા સમયમાં નાણાકીય લક્ષ્યાંકની નજીક પહોંચાડી રહ્યો છે કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
ડ્રાઇવ દરમિયાન એવી અસંખ્ય ક્ષણો આવે છે, જ્યારે તમારી ઝડપ ઘટીને લગભગ શૂન્યની નજીક આવી જાય છે, પરંતુ તમે જ્યારે બમ્પ પરથી પસાર થઈ જાઓ છો ત્યાર પછી તમારું વાહન ઝડપ પકડે છે અને તમારી સફરને જારી રાખે છે. સફરના અંતે, તમારા નિર્ધારિત સ્થળ સુધી પહોંચવા માટે તમે નોંધાવેલી સરેરાશ ઝડપ મહત્ત્વની હોય છે.
વધુ વાંચો