શું મ્યુચ્યુઅલ ફંડ્ઝ ટૂંકી અવધિ કે લાંબી અવધિનાં રોકાણ માટે આદર્શ છે?
“મ્યુચ્યુઅલ ફંડ્ઝ ટૂંકી અવધિ માટે સારું બચત સાધન હોઇ શકે છે.”
“તમારે મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણમાં ધિરજ રાખવી જ પડે છે. પરિણામો પ્રાપ્ત થવામાં સમય લાગે છે.”
લોકો ઉપર આપેલા નિવેદનોનો નિયમિત સામનો કરતા હશે, જે સ્પષ્ટપણે વિરોધાભાસી છે.
તેથી મ્યુચ્યુઅલ ફંડ્ઝ માટે કયો સમયગાળો યોગ્ય છે ? લાંબી અવધિ કે ટૂંકી અવધિ ?
જુઓ, તે વ્યક્તિના રોકાણ ધ્યેય પર આધાર રાખે છે અને મોટા ભાગના ધ્યેયો સમયથી ચલિત હોય છે. કેટલીક સ્કિમ્સ ટૂંકી અવધિ માટે યોગ્ય હોય છે, જ્યારે એવી ઘણી સ્કિમ્સ છે જે લાંબી અવધિ માટે યોગ્ય હોય છે અને તેથી એવી પણ સ્કિમ્સ છે જે તે બંને વચ્ચેની અવધિ માટે યોગ્ય હોય છે.
તમારા મ્યુચ્યુઅલ ફંડ વિતરક અને તમારા રોકાણ સલાહકારની સલાહ લો, તમારા નાણાકીય ધ્યેયોની ચર્ચા કરો અને ત્યાર પછી તમે ક્યાં રોકાણ કરવા માગો છો એ અંગેનો નિર્ણય લો. ઉદાહરણ તરીકે
- ઇક્વટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્ઝ – લાંબી અવધિ, સામાન્યપણે 5 વર્ષ કે તેથી વધુને પસંદ કરો.
- ફિક્સ્ડ ઇન્કમ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્ઝ –
- લિક્વિડ ફંડ્ઝ – ખૂબ ટૂંકી અવધિ માટે – 1 વર્ષ કરતા ઓછી.
- શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્ઝ – મધ્યમ અવધિ માટે – 1થી 3 વર્ષ.
- લોંગ ટર્મ બોન્ડ ફંડ્ઝ – લાંબી અવધિ માટે – 3 વર્ષ કે તેથી વધુ.
તમે અમારી વેબસાઇટ પર જોશો તો તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝના વિભિન્ન પ્રકાર અંગે જાણશો. તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર/રોકાણ સલાહકાર તમને તમારા લક્ષ્યોના આધારે રોકાણ કરવા માટે યોગ્ય પ્રકારનો મ્યુચ્યુઅલ ફંડ ઓળખી કાઢવામાં પણ મદદ કરી શકે છે!