લાર્જ-કેપ ફંડ તેમની બજાર મૂડીના આધારે ભારતની ટોચની 100 કંપનીઓમાં રોકાણ કરે છે. તમે આ ફંડ્સમાં રોકાણ કરો છો, ત્યારે ફંડ મેનેજરો દ્વારા ખૂબ મોટી બજાર મૂડી ધરાવતી જાણીતી કંપનીઓમાં તમારા નાણાં ફાળવવામાં આવે છે. લાર્જ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટમાં 80% રોકાણ દ્વારા - રોકાણકારો મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતી બજારની અગ્રણી, સ્થિર કંપનીઓના પરોક્ષ રીતે હિસ્સાની માલિકી મેળવી શકે છે. લાર્જ કેપ ફંડ લાર્જ-કેપ કંપનીઓની સ્થિરતા અને મજબૂતી પર પ્રગતિ કરે છે. આ કંપનીઓ આર્થિક મંદીનો સામનો કરવા માટે પણ વધુ સારી રીતે સજ્જ હોય છે. તેઓ સારી રીતે તૈયાર કરેલું બિઝનેસ મોડલ, નક્કર નાણાકીય આધાર અને લાંબા ગાળે નફાનું ઉપાર્જન કરવાનો પુરવાર થયેલો ટ્રૅક રેકોર્ડ ધરાવતા હોય છે, જે બજારના જોખમોને આધીન છે.
લાર્જ-કેપ ફંડ્સ દ્વારા, રોકાણકારોએ ફંડામેન્ટલ રીતે મજબૂત કંપનીઓના શેરો ખરીદવા માટે યોગ્ય સમય શોધવાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. કુશળ ફંડ મેનેજરો રોકાણની પસંદગી કરે છે, તમારો સમય અને મહેનત બચાવે છે. તેથી, લાર્જ-કેપ ફંડમાં રોકાણ કરવાથી રોકાણની ઓછી રકમ અને નિષ્ણાત મેનેજમેન્ટ એમ બંને પ્રકારે શ્રેષ્ઠ પરિણામ મળે છે. ટૂંકમાં કહીએ તો, લાર્જ-કેપ ફંડમાં કરેલું રોકાણ તમારા લાંબા ગાળાના લક્ષ્યો જેમ કે બાળકોનું શિક્ષણ અથવા નિવૃત્તિનું આયોજન વગેરે માટે બજારના જોખમોને આધીન પ્રમાણમાં સ્થિર મૂડી વૃદ્ધિ પ્રદાન કરી શકે છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.