શેરબજારમાં રોકાણ કરવામાં ડર લાગી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમે તેની શરૂઆત કરી રહ્યા હોવ. જોકે, તેવી અનેક અજમાવેલી અને તપાસેલી રોકાણ રણનીતિ છે જે શેરબજારમાં રોકાણ કરવું માત્ર સરળ અને આસાન બનાવતી નથી પરંતુ તમને લાંબા-ગાળાની સંપતિનું સર્જન કરવામાં પણ મદદ કરી શકે છે, જે છે SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ.
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) તમને નિયમિત સમયના અંતરે મ્યુચ્યુઅલ ફંડમાં નાની રકમનું રોકાણ કરવાની સુવિધા પૂરી પાડે છે. નિયમિત ધોરણે થોડા પ્રમાણમાં નાણાનું રોકાણ કરીને, SIP તમને તમારા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કમ્પાઉન્ડિંગના પાવરનો લાભ મેળવવામાં મદદ કરી શકે છે.
દર મહિને મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકવામાં આવેલા થોડા પ્રમાણમાં નાણા સમયાંતરે મહત્ત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે. SIP તેવા લોકો માટે સૌથી શ્રેષ્ઠ રોકાણનો વિકલ્પ છે જે રોકાણ કરવા માટે ઝંઝટ-મુક્ત અને શિસ્તબદ્ધ અભિગમની
વધુ વાંચો