મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ પહેલાંથી જ એટલું અનુકૂળ છે કે તમારી આંગળીના ટેરવે થઇ શકે છે. તેનાથી સરળતાથી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ થઇ શકે છે, તે લવચિક છે અને રોકાણકારો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિ દ્વારા રૂ. 500 જેટલી ઓછી રકમથી પણ શરૂઆત કરી શકે છે. કેટલીક એવી રીતો પણ છે જેનાથી કોઇ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વિવિધ રીતો:
- મ્યુચ્યુઅલ ફંડ, ISC (ઇન્વેસ્ટર સર્વિસ સેન્ટર) અથવા RTA (રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સ)ની નજીકની બ્રાન્ચ ઓફિસની મુલાકાત લઇને.
- AMFI સાથે રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેવા ફંડ ડિસ્ટ્રિબ્યુટર મારફતે. ડિસ્ટ્રિબ્યુટર કાં તો વ્યક્તિગત, બેંક, બ્રોકર અથવા બીજા કોઇપણ હોઈ શકે છે.
- ફંડ હાઉસના ઑનલાઇન પ્લેટફોર્મ અથવા પોર્ટલ દ્વારા.
દરેક રોકાણકારની પસંદગી અને કૌશલ્ય અલગ-અલગ હોય છે, તેથી બધા માટે એક જ યોગ્ય હોય તેવું નથી હોતું. પરંતુ આ રીતોને વ્યાપક રીતે - ઑનલાઇન
વધુ વાંચો