સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) કેલ્ક્યુલેટર
તમારા નિવેશથી સંભાવિત વાપરવાની ગણતરી કરો.
₹ | |
₹ | |
વર્ષ | |
% |
અસ્વીકરણઃ
ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) શું છે?
સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં એક ટેકનિક છે, જે રોકાણકારોને નિયમિત રીતે નક્કી કરેલ રકમ ઉપાડવાની મંજૂરી આપે છે, સામાન્ય રીતે મહિને, ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે. રોકાણકારો માટે આ ઉપાડ માટે મહિના, ત્રિમાસિક અથવા વર્ષના ચોક્કસ દિવસ પસંદ કરવાની સુવિધા હોય છે, જેમાં એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) નક્કી કરેલી રકમ રોકાણકારના રજીસ્ટર બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે.
સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) કેલ્ક્યુલેટર શું છે?
SWP (સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન) કેલ્ક્યુલેટર એ એક નાણાકીય સાધન છે જે રોકાણકારોને તેમની રોકાણની કામગીરીનો અંદાજ લગાવવામાં મદદ કરે છે જ્યારે નિયમિત ઉપાડ કરવામાં આવે છે. આ રોકાણકારોને સિસ્ટમેટિક રીતે તેમની ઉપાડ યોજના બનાવવા દે છે, જેમાં કુલ ઉપાડ રકમ, બાકી બેલેન્સ અને રોકાણ પર અપેક્ષિત વળતર જેવા પરિબળોનું જ્ઞાન પ્રદાન કરે છે.
રોકાણકારો નિયમિત રીતે નક્કી કરેલી રકમ ઉપાડવાની શક્યતાને નક્કી કરી શકે છે, વિવિધ ઉપાડની આવૃત્તિઓ અને રકમો તેમના રોકાણ બેલેન્સ પર કેવી રીતે અસર કરે છે તે સમજી શકે છે, તેમના રોકાણની વૃદ્ધિની સંભાવનાનો અંદાજ લગાવી શકે છે અને પુર્વાનુમાનિત ઉપાડના આધારે નાણાકીય પ્રવાહ અને બજેટિંગ યોજના બનાવી શકે છે.
SWP કેલ્ક્યુલેટર રોકાણકારો માટે રોકડ પ્રવાહનું સંચાલન કરવાની, નિવૃત્તિ માટે યોજનાઓ બનાવવાની અથવા તેમના રોકાણ પોર્ટફોલિયો માંથી ટકાઉ આવક સ્ત્રોતો બનાવવાની ઇચ્છા ધરાવતા રોકાણકારો માટે ખૂબ ઉપયોગી સાધન છે.
SWP કેલ્ક્યુલેટર કેવી રીતે કાર્ય કરે છે?
SWP કેલ્ક્યુલેટર સરળ પ્રક્રિયા દ્વારા કાર્ય કરે છે. આ પ્રારંભિક અને અનુભવી બંને પ્રકારના રોકાણકારો માટે યોગ્ય ઓનલાઇન સાધન છે. આ કેલ્ક્યુલેટરમાં યુઝર્સને નીચેની મુખ્ય વિગતો દાખલ કરવાની જરૂર છે:
a) રોકાણની કુલ રકમ
b) માસિક/ત્રિમાસિક/વાર્ષિક ઉપાડની રકમ
c) વળતરનો અનુમાનિત વાર્ષિક દર
d) રોકાણની મુદત
એકવાર આ વિગતો બોક્સમાં દાખલ થઈ જાય, SWP કેલ્ક્યુલેટર તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોના અંદાજિત ભાવિ મૂલ્યની ગણતરી કરે છે. આ પ્રક્ષેપણ વ્યવસ્થિત ઉપાડ યોજનાઓ અંગે આયોજન અને નિર્ણય લેવાની સુવિધા આપે છે, જે રોકાણકારોને તેમની રોકાણ વ્યૂહરચનાઓના સંભવિત પરિણામોની કલ્પના કરવામાં સક્ષમ બનાવે છે.
સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) રિટર્નની ગણતરી કરવા માટેનું સુત્ર
સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP)ના અંદાજીત રિટર્નની ગણતરી કરવા માટેનું સુત્ર છે:
A = PMT ((1+r/n)^nt-1)/(r/n))
જ્યાં:
'A' તમારા રોકાણનો અંતિમ મૂલ્ય દર્શાવે છે.
'PMT' એ સમયગાળા દીઠ ચૂકવણીની રકમ સૂચવે છે.
'n' કમ્પાઉન્ડિંગ આવર્તન દર્શાવે છે.
't' રોકાણની અવધિ દર્શાવે છે.
ઉદાહરણ
જો તમે નીચેના મૂલ્યો સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) જાળવવા માગતા હો:
- પ્રારંભિક રોકાણ રકમ: રૂ. 5,00,000
- સમયગાળો: 5 વર્ષ
- ઇચ્છિત માસિક ઉપાડ: રૂ. 8000
- અપેક્ષિત વળતરની દર: 12%
ઉપર દર્શાવેલ સુત્રનો ઉપયોગ કરીને તમારો રોકાણનો પરિણામ નીચે મુજબ હશે:
- કુલ રોકાણ: રૂ. 5,00,000
- કુલ ઉપાડ: રૂ. 4,80,000
- અંતિમ મૂલ્ય: રૂ. 2,38,441
કૃપા કરીને નોંધો કે અંતિમ મૂલ્ય તે રકમ છે જે તમને 12% અપેક્ષિત વળતરની દરમાં પાંચ વર્ષ સુધી ઇચ્છિત માસિક ઉપાડ કર્યા પછી બાકી રહેશે.
મ્યુચ્યુઅલ ફંડ્સ સહિ હૈ (MFSH) SWP કેલ્ક્યુલેટર કેવી રીતે વાપરવું?
MFSH SWP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે નીચેની વિગતો દાખલ કરો:
- પ્રારંભિક રોકાણ રકમ
- રોકાણ સમયગાળો
- અપેક્ષિત વ્યાજ દર
- માસિક ઉપાડ રકમ.
કેલ્ક્યુલેટર ત્યારબાદ કુલ રોકાણ મૂલ્ય, કુલ કમાયેલ વ્યાજ, કુલ ઉપાડ રકમ અને અંતિમ રોકાણ મૂલ્ય દર્શાવશે.
SWP કેલ્ક્યુલેટરના ફાયદા
MFSH SWP કેલ્ક્યુલેટર રોકાણકારોને જાણકારીપૂર્ણ નિર્ણય લેવાની અને તેમની રોકાણની કૌશલતોને મહત્તમ બનાવવા માટે મદદરૂપ છે. કેવી રીતે તે અહીં છે:
- a. નાણાકીય આયોજન : કેલ્ક્યુલેટર રોકાણકારોને તેમનાં નાણાકીય લક્ષ્યાંકો અને આવશ્યકતાઓ સાથે સુસંગત ઉપાડ રકમ અને આવૃત્તિ નક્કી કરવામાં મદદ કરે છે.
- b. વાસ્તવિક અપેક્ષાઓ સુયોજિત કરવી: SWP કેલ્ક્યુલેટર નિયમિત ઉપાડ દ્વારા રોકાણની સ્થિરતા અને પેદા થતી આવકની વાસ્તવિક આગાહી પ્રદાન કરે છે, જેનાથી રોકાણકારોને હાંસીલ લક્ષ્યાંકો નક્કી કરવામાં મદદ મળે છે.
- c. આવેગજન્ય ઉપાડ ટાળવું : SWP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને રોકાણકારો બજારની મંદી અથવા અનિયંત્રિત ફેરફારો દરમિયાન આવેગજન્ય ઉપાડ કરવા ટાળી શકે છે, તેથી તેમની રોકાણની કૌશલતાને શિસ્તમાં રાખી શકે છે.
- d. નાણાકીય પ્રવાહનું નિયમન : કેલ્ક્યુલેટર રોકાણકારોને તેમનાં નાણાકીય પ્રવાહને મહત્તમ બનાવવા માટે ઉપાડની રકમ અને આવૃત્તિને સેટ કરવા સક્ષમ બનાવે છે, જેથી તેમનાં રોકાણના સ્રોતોને કાર્યક્ષમ બનાવે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્ર1. શું SWP સારું રોકાણ વિકલ્પ છે?
નિયમિત રોકડ પ્રવાહની જરૂરિયાત માટે SWPનો ઉપયોગ લાભકારી હોઈ શકે છે. જો કે આના માટે ફંડની યોગ્યતા વ્યક્તિની જોખમ સહિષ્નુતા અને તત્કાલિક જરૂરિયાતો પર આધાર રાખે છે.
પ્ર2. SWP કેલ્ક્યુલેટર દ્વારા જનરેટ કરાયેલા પરિણામો કેટલા વિશ્વસનીય હોય છે?
SWP કેલ્ક્યુલેટર દાખલ કરેલા ઇનપુટ્સના આધાર પર ચોક્કસ ગણતરીઓ પ્રદાન કરે છે. જો કે તે મહત્વપૂર્ણ છે કે રોકાણના સાચા પરિણામોની ખાતરી આપવી મુશ્કેલ છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડો પર બજારના જોખમો અસર કરે છે.
પ્ર3. મ્યુચ્યુઅલ ફંડ્સ સહિ હૈ SWP કેલ્ક્યુલેટર કયા સુત્રનો ઉપયોગ કરે છે?
આ કેલ્ક્યુલેટર દ્વારા લાગુ કરાયેલ સમીકરણ છે A = PMT ((1+r/n)^nt-1)/(r/n)) જેમ કે ઉપર સમજૂતી આપવામાં આવી છે
પ્ર4. સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાનમાં રોકાણની પસંદગી ક્યારે કરવી યોગ્ય છે?
સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) નિવૃત્ત લોકો માટે લાભકારી છે, જેમને રોજિંદા જીવન ખર્ચને પહોંચી વળવા માટે સ્થિર આવકની જરૂર હોય. ઉપરાંત, તે વ્યક્તિઓ માટે ફાયદાકારક હોઈ શકે છે જે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ દરમ્યાન સ્થિર આવક સ્થાપિત કરવા માગે છે.
પ્ર5. MFSH SWP કેલ્ક્યુલેટર વપરાશકર્તા માટે અનુકૂળ છે?
MFSH SWP કેલ્ક્યુલેટર એક સુવિધાજનક અને સરળ ઉપયોગ માટેનું સાધન છે. તે તમને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી તમારા માસિક ઉપાડની ગણતરી કરવાની પરવાનગી આપે છે. આને તમે તમારા ઘરમાંથી કે કોઈ પણ સ્થળેથી સગવડતા પૂર્વક ઉપયોગ કરી શકો છો.