મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ
મ્યુચ્યુઅલ ફંડ કંપનીના પોર્ટલ પરથી તમારા કેપિટલ ગેઇન્સનું સ્ટેટમેન્ટ ચેક કરવા માટેઃ
> તમારી મ્યુચ્યુઅલ ફંડ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
> તમારા યુઝર આઇડી કે ફોલિયો નંબરનો ઉપયોગ કરી લૉગ ઇન કરો.
> તમારો કેપિટલ ગેઇન્સનો રીપોર્ટ ડાઉનલૉડ કરો.
CAMS પોર્ટલ
CAMS મારફતે તમારા કેપિટલ ગેઇનનું સ્ટેટમેન્ટ મેળવવા માટેઃ
> www.camsonline.com ની મુલાકાત લો અને તેના નિયમો અને શરતોને સ્વીકારો.
> ‘રોકાણકારો માટેની સેવાઓ’ પર જાઓ અને સ્ટેટમેન્ટની નીચે ‘વધુ દર્શાવો’ પર ક્લિક કરો.
> ‘કેપિટલ ગેઇન્સ/લૉસ સ્ટેટમેન્ટ’ને પસંદ કરો.
> તમારા પાન અને નોંધણી પામેલા ઈ-મેઇલ આઇડી વડે ફૉર્મ ભરો.
> તમારી જરૂરિયાત મુજબનું નાણાકીય વર્ષ પસંદ કરો (ત્રણ સળંગ વર્ષો સુધી).
> ડ્રોપડાઉન લિસ્ટમાંથી તમારા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને પસંદ કરો અથવા ‘તમામ મ્યુચ્યુઅલ ફંડ્સ’ પસંદ કરો
> ‘એન્ક્રીપ્ટ કરેલા એટેચમેન્ટને ઈ-મેઇલ કરો’ દ્વારા ડીલિવરી પસંદ કરો.
> એટેચમેન્ટ માટે પાસવર્ડ સેટ કરો અને ફૉર્મને સબમિટ કરો.
> તમારા ઈ-મેઇલમાં એન્ક્રીપ્ટ કરેલું પીડીએફ સ્ટેટમેન્ટ મેળવો, જેને તમે તમારા દ્વારા સેટ કરવામાં આવેલા પાસવર્ડ વડે ઍક્સેસ કરી શકો છો.
KFintech પોર્ટલ
કાર્વી મારફતે તમારું કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ ઍક્સેસ કરવા માટેઃ
> https://mfs.kfintech.com/mfs/ની મુલાકાત લો
> લૉગઇનના ડ્રોપડાઉન મેનૂમાંથી ‘રીટેઇલ ઇન્વેસ્ટર’ને પસંદ કરો
> ‘રોકાણકારના સ્ટેટમેન્ટ અને રીપોર્ટ’ પર જાઓ અને ‘કેપિટલ ગેઇન્સ સ્ટેટમેન્ટ’ને પસંદ કરો.
> ‘કોન્સોલિડેટેડ કેપિટલ ગેઇન્સ સ્ટેટમેન્ટ’ને પસંદ કરો.
> તમારી વિગતો વડે ફૉર્મ ભરો, તમારી ઇચ્છા મુજબનું નાણાકીય વર્ષ પસંદ કરો, તમારા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને પસંદ કરો, ‘એન્ક્રીપ્ટેડ એટેચમેન્ટને ઈ-મેઇલ કરો’ દ્વારા ડીલિવરી પસંદ કરો, પાસવર્ડ સેટ કરો અને સબમિટ કરો.
> એકવાર પ્રક્રિયા પૂરી થઈ ગયાં પછી તમને તમારા ઈ-મેઇલમાં સ્ટેટમેન્ટ પ્રાપ્ત થઈ જશે.
ઓનલાઇન પ્લેટફૉર્મ્સ
ઘણાં રોકાણકારો તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું વ્યવસ્થાપન કરવા માટે વિવિધ પ્રકારના ઓનલાઇન પ્લેટફૉર્મ્સનો ઉપયોગ કરતાં હોય છે, જે ખૂબ જ સરળતાથી કેપિટલ ગેઇન્સ સ્ટેટમેન્ટ પૂરું પાડે છે.
તમે અહીં જણાવ્યાં પ્રમાણે પોતાનું સ્ટેટમેન્ટ મેળવી શકો છોઃ
> તમારી પસંદગીના ઓનલાઇન પ્લેટફૉર્મની વેબસાઇટ કે એપની મુલાકાત લો અને તેમાં લૉગ ઇન કરો.
> ‘પોર્ટફોલિયો’ કે ‘રીપોર્ટ્સ’ના વિભાગમાં જાઓ. ‘કેપિટલ ગેઇન્સ સ્ટેટમેન્ટ’ નામના વિકલ્પને શોધો.
> ચોક્કસ નાણાકીય વર્ષ અથવા તો તમારી ઇચ્છા મુજબના સમયગાળાને પસંદ કરો.
> એકવાર તેને પસંદ કર્યા બાદ, તમે સામાન્ય રીતે પીડીએફ ફોર્મેટમાં આ સ્ટેટમેન્ટને જનરેટ કરી શકો છો અથવા ડાઉનલૉડ કરી શકો છો.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.