તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તે પહેલા તમારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. આ ઓળખના પુરાવા અને સરનામાંના પુરાવા તરીકે અમુક દસ્તાવેજો રજૂ કરીને થાય છે. એસઆઇપી શરૂ કરવાની કે બંધ કરવાની પ્રક્રિયા અત્યંત અનુકૂળ અને સરળ હોય છે. એસઆઇપી કેવી રીતે શરૂ કરવી એ અંગે ડાબી બાજુ પરના ગ્રાફિક્સમાં જણાવ્યું છે.
તમે એક કે બે હપ્તા ચૂકી જાઓ તો શું થાય છે ?
એસઆઇપી રોકાણનો અનુકૂળ પ્રકાર છે અને તેમાં કરારગત બંધન હોતા નથી. તમે એક કે બે હપ્તા ચૂકી જાઓ તો કોઇ દંડ થતો નથી. વધુમાં વધુ મ્યુચ્યુઅલ ફંડ કંપની એસઆઇપી બંધ કરશે, જેનો અર્થ એ થાય છે કે આગળના હપ્તાઓ તમારા બેંક ખાતામાંથી કપાશે નહીં. જ્યારે બીજી બાજુએ તમે કોઇ પણ સમયે બીજી એસઆઇપી શરૂ કરાવી શકો છો, એ જ ફોલિયોમાં પણ અને અગાઉની એસઆઇપી બંધ થઈ ગયા પછી પણ. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે તેને નવી એસઆઇપી ગણવામાં આવશે અને તેથી એસઆઇપી ફરી વખત સેટ કરવામાં થોડો સમય લાગશે.
આજે જ તમારા નાણાકીય નિષ્ણાતની સલાહ લો અને મ્યુચ્યુઅલ ફંડ્ઝના લાભ માણવાની શરૂઆત કરો !