બજારમાં ઉપલબ્ધ હજારો મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાંથી તેના/તેણીના પોર્ટફોલિયો માટે સૌથી યોગ્ય તેવા 4-5 ફંડની કોઈ વ્યક્તિ કઈ રીતે પસંદગી કરે છે? જો તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝ માટે નવા હોય તો ડાઇરેક્ટ પ્લાનને સ્થાને રેગ્યુલર પ્લાનમાં સલાહકાર/વિતરકની મદદથી રોકાણ કરવું એ સલાહ પાત્ર છે, કારણ કે તમારે ફંડ્ઝ કેવી રીતે કાર્ય કરે છે, ફંડમાં તમારે શેનો વિચાર કરવો જોઇએ, કયા પ્રકારના ફંડમાં રોકાણ કરવું વગેરે સમજવાની જરૂર હોય છે. તમારા ભવિષ્યના ધ્યેયનું ધોવાણ કરી શકે એવા ખોટા ફંડ્ઝના સેટને તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરવા કરતા રેગ્યુલર પ્લાનમાં વિતરકનાં કમિશનનું ભારણ વેઠવું યોગ્ય ગણાશે.
જ્યાં સુધી તમે ફંડ્ઝના પ્રકાર, ફંડ્ઝ રોકાણના ઉદ્દેશ પ્રમાણે તેમના પોર્ટફોલિયોનું કેવી રીતે નિર્માણ કરે છે તે, ફંડમાં જોખમનાં સ્તર, ફંડ ટૂંકા ગાળા માટે યોગ્ય છે કે લાંબા ગાળા માટે, શું તે નિયમિત આવક પૂરી પાડશે કે સંપત્તિનું સર્જન કરશે, ફંડના દેખાવ સંકેતકાર કયા છે અને આખરે તમે રોકાણ કેમ કરી રહ્યા છો એ અંગે સમજ ધરાવતા ન હોય ત્યાં સુધી તમારે તમારા ધ્યેય માટે યોગ્ય ફંડ્ઝ પસંદ કરવામાં માર્ગદર્શનની જરૂર છે. ડાઇરેક્ટ પ્લાન માત્ર એવા રોકાણકારો માટે સારી રીતે કાર્ય કરે છે જેઓ થોડા સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા હોય અને આ પ્રોડક્ટ્સને સમજી રહ્યા હોય. રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરવાની શરૂઆત કરવી અને તમારા પ્રવર્તમાન પોર્ટફોલિયો સાથે તમે કેટલોક અનુભવ મેળવી લો ત્યાર પછી ભવિષ્યની ખરીદી માટે ડાઇરેક્ટ પ્લાનમાં સ્થળાંતર કરવું એ સારો વિચાર ગણાશે.