નવી કર પદ્ધતિ હેઠળ શું તમારે ELSS માં રોકાણ કરવું જોઇએ?

નવી કર પદ્ધતિ હેઠળ શું તમારે ELSS માં રોકાણ કરવું જોઇએ?

1 એપ્રિલ, 2020થી લાગુ થયેલી નવી કર પદ્ધતિ વ્યક્તિ અને એચયુએફ કરદાતાઓને અમુક છૂટને જતી કરીને કરના નીચા દર અને છૂટ મેળવીને કરના ઊંચા દર (જૂની કર પદ્ધતિ) વચ્ચેની પસંદગી કરવાનો વિકલ્પ આપે છે. કરની નવી પદ્ધતિ દરેક માટે યોગ્ય ન પણ હોઇ શકે. કરદાતાઓએ નિર્ણય લેવા માટે જૂની અને નવી પદ્ધતિ બંને હેઠળ થતી કરની બચતનું મૂલ્યાંકન કરવાની જરૂર છે.

ઘર કે શિક્ષણ લોન, કરમાં કપાત આપતી જીવન વીમા પોલિસીઓ, 15 લાખથી વધુનો ઊંચો પગાર ધરાવતા હોય અથવા જેઓ છૂટ મારફતે ઘણી બચત કરી શકતા હોય એવા લોકો માટે જૂની પદ્ધતિ વધુ યોગ્ય હોઇ શકે છે. તેથી આવા કરદાતાઓ જૂની કર પદ્ધતિ હેઠળ કરની બચત કરવા માટે ELSS માં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. નવી પદ્ધતિ તમને જૂની પદ્ધતિની તુલનામાં વર્ષના અંતે રોકાણના પુરાવા રજૂ કરવાની દ્રષ્ટિએ ચોક્કસપણે ઘણાં બધાં પેપરવર્કમાંથી બચાવે છે, પરંતુ જૂની પદ્ધતિ તમને ઘણા મહત્ત્વના રોકાણ અને બચતના નિર્ણયો લેવામાં પણ મદદ કરે છે. તે તમને વાર્ષિક ધોરણે આ રોકાણ કરવા કે બચત કરવાની ફરજ પાડે છે, જેવા કે ELSS, પેન્શન પ્લાન અથવા પીપીએફ. કેટલાક કરદાતાઓ ELSS માં અગાઉથી SIP ધરાવતા હોઇ શકે છે. તેમણે તેમની SIP ને બંધ કરતાં પહેલાં બંને પદ્ધતિઓ હેઠળ કરના લાભનું મૂલ્યાંકન કરવું જોઇએ.

કઈ કરની પદ્ધતિ તમને કરની વધુ બચત કરવામાં મદદ કરશે તેનો સંપૂર્ણ આધાર તમારી આવક અને પગારનાં માળખાં પર હશે. જો તમે પોતાની જાતે કરની બંને પદ્ધતિ હેઠળ તમારી કરની જવાબદારીની ગણતરી કરી ન શકતા હો તો તમારે કરના સલાહકાર પાસેથી સલાહ લેવી જોઇએ. માત્ર આ પ્રકારની તુલના તમને કરની બચત જ નહીં, પરંતુ ઇક્વિટીમાં વૃદ્ધિની ક્ષમતા પણ પૂરી પાડતા ELSS માં રોકાણ જારી રાખવાના તમારા નિર્ણય માટે માર્ગદર્શન આપી શકે છે. નવી કર પદ્ધતિ તમને વધુ યોગ્ય બંધબેસતી હોય તેમ છતાં પણ તમે હજુ પણ સંપત્તિનાં સર્જનના દ્રષ્ટિકોણથી ELSS માં રોકાણ કરવાનો વિચાર કરી શકો છો. જો તમે એવી વ્યક્તિ હો જે અસ્થિર બજાર દરમિયાન નાણાં ઉપાડવાનું વલણ ધરાવતી હોય, તો લોક-ઇન અવધિ તમને ટૂંકા ગાળાની અસ્થિરતામાં રોકાણ જાળવી રાખવામાં અને તેમાંથી પસાર થવામાં મદદ કરશે. ELSS 3 વર્ષની લોક-ઇન અવધિ ધરાવતા હોવાથી જો તમે આજે રોકાણ કરો તો તમે લમ્પસમ રોકાણના કિસ્સામાં તમારાં નાણાં 3 વર્ષ પછી જ પાછાં લઈ શકો છો. લોક-ઇન અવધિ દરેક SIP ની ચુકવણી માટે પણ લાગુ થવા પાત્ર હોય છે. જો તમે 12 મહિનામાં રોકાણ કરેલી સંપૂર્ણ રકમ પાછી ખેંચવા માગતા હો તો તમારે છેલ્લો SIP નો હપ્તો 3 વર્ષની અવધિ પૂર્ણ કરે ત્યાં સુધી રાહ જોવી પડશે.

426