જ્યારે આપણે રોકાણનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે કેટલું વળતર મેળવીશું એ પ્રશ્ન પૂછીએ તે સ્વાભાવિક છે. ફિસ્ક્ડ ડિપૉઝિટ અને અન્ય પરંપરાગત બચત સ્કીમ માટે તેનો ઉત્તર સીધો હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માટે તેવું હોતું નથી. પરંપરાગત બચત પ્રોડક્ટ વળતરના ખાતરીબદ્ધ દર ઓફર કરે છે, જેનાથી આપણે પરિચિત હોઇએ છીએ. તેથી આપણી બચતનું રોકાણ કરવા માટે આમાંથી કોઇ પણ પ્રોડક્ટની પસંદગી કરવી સરળ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં સેંકડો સ્કીમ હોવાથી તેમાંથી પસંદગી કરવી મુશ્કેલ હોઇ શકે છે, કારણ કે તે તમામ સાથે પરિચિત હોવું માનવીય રીતે શક્ય નથી.
આવા સમયે ફંડની કામગીરીનું ડેશબોર્ડ ઉપયોગી બની શકે છે. ફંડની કામગીરીનું ડેશબોર્ડ તમામ ફંડના રિપોર્ટ કાર્ડ જેવું હોય છે. તમે સંબંધિત બેન્ચમાર્કની સામે તેની ભૂતકાળની કામગીરી, તાજેતરની એનએવી અને દૈનિક એયુએમને એક જ સ્થળે જોઇ શકો છો. આ પ્રકારનાં ડેશબોર્ડ કામગીરીની તુલનાના
વધુ વાંચો