ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ કરની બચત કરતા ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે તમને ઇક્વિટીની વૃદ્ધિ ક્ષમતા આપવાની સાથે સાથે આવકવેરા કાયદાની સેક્શન 80સી હેઠળ કરની બચત કરવામાં મદદ કરે છે.
આ બે લાભ ઉપરાંત તેઓ 3 વર્ષની ઓછી લોક-ઇન અવધિ ધરાવે છે, જે કરની બચત કરતી પ્રોડક્ટની કેટેગરીમાં તમે મેળવી શકો એવી ટૂંકાંમાં ટૂંકી લોક-ઇન અવધિ છે.
ELSS આપને ઈક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફંડ હોવાને લીધે અન્ય કેટલાક વધારાના લાભ પણ પૂરા પાડે છે. આપ ELSS માં SIP દ્વારા અથવા લમ્પસમમાં, આપને યોગ્ય લાગે તે પ્રમાણે રોકાણ કરી શકો છો. પગારદાર વર્ગ માટે SIP સુવિધા લાભદાયક હોય છે, કારણ કે તેઓ કરની બચત કરવા માટે વર્ષના અંતે લમ્પસમમાં રોકાણ કરવાને સ્થાને દર મહિને નક્કી કરેલી રકમ એક બાજુ પર મૂકવાનું પસંદ કરી શકે છે. તેઓ તેમની રોજગારી આગળ જારી રહે એ પ્રમાણે દર વર્ષે તેમના