ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ તરીકે પણ ઓળખાતા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની કેટેગરી સાથે સંબંધ ધરાવે છે. આ ફંડ્સ કોઈ નિશ્ચિત ફાળવણીના બાધ વગર ઇક્વિટી અને ડેટ એમ બંનેમાં રોકાણ કરે છે. ફંડ મેનેજર પાસે માર્કેટની પ્રવર્તમાન સ્થિતિ પર આધાર રાખીને ઇક્વિટી અને ડેટની વચ્ચે ફાળવણીને એડજેસ્ટ કરવાની સ્થિતિસ્થાપકતા હોય છે.
બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ અન્ય હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સથી અલગ છે. સ્કીમની ઑફરના દસ્તાવેજો અને સેબી (મ્યુચ્યુઅલ ફંડ્સ) રેગ્યુલેશન્સ, 1996ને આધિન રહીને, માર્કેટમાં આવતાં ચઢાવ-ઉતારને ધ્યાનમાં રાખી બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સના ઇક્વિટી અને ડેટના મિશ્રણમાં ઝડપથી ફેરફાર કરી શકાય છે.
બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છેઃ
> ફ્લેક્સિબલ એસેટ એલોકેશન ફંડ્સઃ આ ફંડ્સ માર્કેટની પરિસ્થિતિ મુજબ સક્રિયપણે તેના સ્ટોક-ટુ-બૉન્ડના ગુણોત્તરને બદલે છે અને તેને આક્રામક રીતે મેનેજ કરવામાં આવે છે.