ESG ફંડ્સ વિશે તમારે જે જાણવું જરૂરી છે તે અહીં આપ્યું છે

ESG ફંડ્સ વિશે તમારે જે જાણવું જરૂરી છે તે અહીં આપ્યું છે zoom-icon

ESG એટલે એન્વાયર્નમેન્ટલ (પર્યાવરણીય), સોશિયલ (સામાજિક) અને ગવર્નન્સ (શાસન). આ ફંડના મોટા ભાગના પોર્ટફોલિયોમાં એવી કંપનીઓના શેર અને બોન્ડ સામેલ હોય છે જેનું તેમની પર્યાવરણીય, સામાજિક અને શાસન પ્રથાઓ માટે મૂલ્યાંકન કરાયું હોય.આવા રોકાણોની પસંદગી કરીને, તમે સક્રિયપણે ટકાઉ વૃદ્ધિ અને વ્યવસાયના જવાબદારપૂર્ણ આચરણને પ્રોત્સાહન આપો છો.

ESG વિશે વિગતવાર સમજ

એન્વાયર્નમેન્ટલ (E): 'E' કંપનીની પર્યાવરણીય અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં કાર્બન ઉત્સર્જન, કચરાના નિકાલની પદ્ધતિઓ અને પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્રોતોનો ઉપયોગ સામેલ હોય છે.

સોશિયલ (S): 'S'માં એ બાબતની તપાસ કરવામાં આવે છે કે કંપની લૈંગિક સમાનતા, કલ્યાણકારી પ્રણાલીઓ અને સામાજિક કારણોને ધ્યાનમાં રાખીને, પોતાના કર્મચારીઓ સાથે કેવી રીતે વર્તે છે અને સમાજમાં શું યોગદાન આપે છે.

ગવર્નન્સ (G): 'G' નિયમનકારી અનુપાલન, વ્હિસલ-બ્લોઅર નીતિઓ અને ફરિયાદ નિવારણને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ ગવર્નન્સનું મૂલ્યાંકન કરે છે.

ESG ફંડ્સ એવી કંપનીઓમાં રોકાણને પ્રાધાન્ય આપે છે જે આ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા ધરાવતી હોય અને નબળા રેકોર્ડ ધરાવતી કંપનીઓને ટાળે છે. ESG મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ કરતા પહેલાં કંપનીની એન્વાયર્નમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ પ્રેક્ટિસનું મૂલ્યાંકન કરવા માટે ESG રેટિંગ્સનો ઉપયોગ કરે છે. સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતીના આધારે તૃતીય-પક્ષ રેટિંગ એજન્સીઓ દ્વારા આ રેટિંગ્સની ગણતરી કરવામાં આવે છે, જેનાથી રોકાણકારોને તેમના મૂલ્યો સાથે તેમના રોકાણો એકરૂપ કરવામાં મદદ મળી શકે છે.

ESG મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાના ફાયદા
1.  મૂલ્યોની એકરૂપતા: ESG પરિબળોને પ્રાધાન્ય આપે, તમારા વ્યક્તિગત મૂલ્યોને સમર્થન આપે અને સકારાત્મક પરિવર્તનમાં યોગદાન આપે એવી કંપનીઓમાં રોકાણ કરો.
2.  લાંબા ગાળાનું પરફોર્મન્સ: ESG-કેન્દ્રિત કંપનીઓ મોટાભાગે ટકાઉપણાની પ્રતિબદ્ધતાઓ અને રિસ્ક મેનેજમેન્ટનો લાભ મેળવીને લાંબા ગાળે વધુ સારું પરફોર્મન્સ આપે છે.
3.  જોખમ ઘટાડવું: ESG મ્યુચ્યુઅલ ફંડ્સ, નબળી ESG પ્રેક્ટિસ ધરાવતી કંપનીઓને ટાળીને પર્યાવરણીય આફતો અને ગવર્નન્સ સંબંધિત સમસ્યાઓ જેવા વિવિધ જોખમોનું સંચાલન કરવામાં મદદ કરે છે.


અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

284