ગિલ્ટ ફંડ્સ શું છે અને શું તમારે તેમાં રોકાણ કરવું જોઇએ?

ગિલ્ટ ફંડ્સ શું છે અને શું તમારે તેમાં રોકાણ કરવું જોઇએ?

જ્યારે તમે પૈસા ધીરો છો ત્યારે તપાસ કરવા જેવી સૌથી મહત્ત્વપૂર્ણ બાબત તે છે કે ઋણધારક કેટલો વિશ્વસનીય છે. અને આ વિશ્વસનીયતાની બાબતમાં સરકારની તુલના કોઇ કરી શકે તેમ નથી. જ્યારે તમે ગિલ્ટ ફંડ્સમાં રોકાણ કરો છો ત્યારે તમે વાસ્તવમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારના બોન્ડ્સમાં રોકાણ કરી રહ્યાં હોવ છો.

"ગિલ્ટ" શબ્દપ્રયોગ સરકારી સિક્યુરિટીઝ સૂચવે છે. આ સોવરેન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે ત્રણ વર્ષથી વીસ વર્ષ સુધીનો સમયગાળો ધરાવતી મધ્યમથી લાંબા ગાળાની પરિપક્વતા ધરાવતી સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે. 10 વર્ષના સતત સમયગાળા ધરાવતાં ગિલ્ટ ફંડ્સ માટે જ 10 વર્ષનો લૉક-ઇન સમયગાળો લાગુ પડે છે.

SEBIના દિશાનિર્દેશો અનુસાર, ગિલ્ટ ફંડ્સે સરકારી સિક્યુરિટીઝ અને રાજ્ય વિકાસ લોન (SDLs)માં તેમના નાણાનો ઓછામાં ઓછો 80% હિસ્સાનું અને બાકીની રકમનું રોકડ અથવા રોકડ સમતૂલ્ય વસ્તુઓમાં ફરજિયાત રોકાણ કરવાનું રહે છે.

ગિલ્ટ ફંડ્સના કામકાજની પ્રણાલી

જ્યારે સરકારને ભંડોળની જરૂર હોય છે ત્યારે તે સોવરેન બોન્ડ્સ જારી કરીને નાણાં ઉછીના લે છે. સરકારી સિક્યુરિટીઝ આ રીતે ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) બેન્કર તરીકે કામ કરે છે. ગિલ્ટ ફંડ આ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે.

ગિલ્ટ ફંડમાં રોકાણ કરવાના અનેક ફાયદાઓ છે. સરકારી બોન્ડનું બજાર મુખ્યત્વે સંસ્થાકીય ખેલાડીઓનું બનેલું છે. છૂટક રોકાણકારો ખરીદી શકે છે પરંતુ તેની લઘુતમ રોકાણ મર્યાદા નાના રોકાણકર્તાઓ માટે પ્રતિબંધાત્મક બની રહે છે. ગિલ્ટ ફંડ તમને ઓછા પૈસા સાથે પણ સરકારની સિક્યુરિટીઝમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે, જે જુદી-જુદી સરકારી સિક્યુરિટીઝની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. તેનું રિટર્ન યિલ્ડ ટૂ મેચ્યોરિટી (YTM) ઉપર આધાર રાખે છે, જ્યાં ઊચ્ચ YTMનો અર્થ ઓછું રિટર્ન અને નીચાં YTMનો અર્થ વધુ રિટર્ન થાય છે. જો તેને પરિપક્વતા સુધી જાળવી રાખવામાં આવે તો બોન્ડ્સ ઉપર સોવરેન ખાતરીના કારણે તેની નિષ્ફળતાની કોઇ શક્યતા નથી.

વ્યાજ દર ચક્ર ઉપર પકડ જમાવવામાં ફંડ મેનેજરો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, જે સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય નિર્ધારિત કરવામાં મદદ કરે છે. જ્યારે ફુગાવામાં વધારો થતો હોય ત્યારે આ મહત્ત્વપૂર્ણ છે કારણ કે વ્યાજ દરોમાં પણ સાથે-સાથે વધારો થાય છે.

અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

284