મલ્ટિકેપ ફંડ્સ એ શું છે?

મલ્ટિકેપ ફંડ્સ એ શું છે?

શું તમે ક્યારેય મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેની માહિતી શોધી રહ્યા હોય તે દરમિયાન XYZ મલ્ટિકેપ ફંડ જેવા ફંડના નામોથી અવગત થયા છો અને શું  આશ્ચર્ય થયું છે કે આ વધુ લોકપ્રિય લાર્જ-કેપ ફંડ્સથી અલગ કેવી રીતે છે? નામ સૂચવે છે એ પ્રમાણે મલ્ટિકેપ ફંડ લાર્જ, મિડ અને સ્મોલકેપ કંપનીઓમાં રોકાણ કરે છે અને તેથી તેના પોર્ટફોલિયોમાં માર્કેટ કેપ્સમાં વૈવિધ્યતા પૂરી પાડે છે.

સેબીએ ઓક્ટો 2017માં જારી કરેલા અને જૂન 2018થી અમલમાં આવેલા સેબીના પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્ર અનુસાર ઈક્વિટી ફંડ્સને તેઓ તેમના પોર્ટફોલિયોમાં કેવા પ્રકારના સ્ટોક્સ ધરાવે છે તેને આધારે લાર્જકેપ્સ, મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં વર્ગીકૃત કરી શકાય છે. ભારતના વિવિધ શેરબજારોમાં જાહેર રીતે લિસ્ટ થયેલી ઘણી કંપનીઓ છે. લાર્જકેપનો અર્થ સંપૂર્ણ બજાર મૂડીકરણ દ્વારા ભારતમાં જાહેર રીતે લિસ્ટ થયેલી ટોચની 100 કંપનીઓ થાય છે (બજાર મૂડીકરણ = જાહેર રીતે લિસ્ટ થયેલી શેરની સંખ્યા * દરેક શેરનો ભાવ). મિડકેપનો અર્થ બજાર મૂડીકરણની દૃષ્ટિએ 101મીથી 250મી સુધીની કંપનીઓ થાય છે, જ્યારે બજાર મૂડીકરણની દૃષ્ટિએ 251મી કંપનીથી આગળની કંપનીઓને સ્મોલકેપ કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે.

લાર્જકેપ ફંડ્ઝ આગાહી કરી શકાય એવી અને સ્થિર વૃદ્ધિની ક્ષમતા ધરાવતી લાર્જકેપ કંપનીઓમાં રોકાણ કરે છે, જ્યારે સ્મોલકેપ ફંડ્સ હાલમાં સંભવિત ઊંચી વૃદ્ધિના તબક્કા મારફતે પસાર થતી હોય એવી સ્મોલકેપ કંપનીઓમાં રોકાણ કરે છે, પરંતુ તેઓ સમાન જોખમ ધરાવે છે. લાર્જકેપ ફંડ્ઝ ટૂંકા ગાળામાં વધુ અસ્થિર હોઇ શકે છે એવા સ્મોલ કેપ ફંડ્ઝથી વિપરિત નીચું પરંતુ સ્થિર વળતર આપે છે. મિડકેપ ફંડ્સ ઊંચી વૃદ્ધિની ક્ષમતા ધરાવતી હોય એવી મિડકેપ કંપનીઓમાં રોકાણ કરે છે, પરંતુ સ્મોલકેપ્સ સાથે સંકળાયેલા જોખમો દર્શાવતી નથી, કારણ કે આ કંપનીઓ ચોક્કસ માપદંડ અને સ્થિરતા હાંસલ કરી ચૂકી હોય છે. મિડકેપ ફંડ્સ સ્મોલકેપ ફંડ્સની જેમ વધુ જોખમી રહ્યા વિના લાર્જકેપ્સની તુલનામાં ઊંચા વળતર આપી શકે છે. પરંતુ તેમાં હજુ પણ થોડો જોખમ ઘટક રહેલો હોઈ શકે છે, જે લાર્જકેપ ફંડ્સની તુલનામાં ઊંચો હોય છે.

સેબીએ વિભિન્ન માર્કેટકેપ સેગમેન્ટમાં અસ્ક્યામત ફાળવણી અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકા (11 સપ્ટેમ્બર, 2020ના રોજ) જારી કરી દીધી છે જેનું પાલન મલ્ટિકેપ મ્યુચ્યુઅલ ફંડ વર્ગ દ્વારા થવું જોઇએ. મલ્ટિકેપ ફંડ્સે કોઈ પણ તબક્કે ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં તેમની અસ્ક્યામતોના ઓછામાં ઓછા 75%નું રોકાણ કરવું ફરજિયાત છે. તેના પોર્ટપોલિયોમાં ઓછામાં ઓછી તેની 25% અસ્ક્યામતોનું લાર્જકેપ સ્ટોક્સમાં, 25% મિડકેપ સ્ટોક્સમાં અને અન્ય 25% સ્મોલકેપ સ્ટોક્સમાં રોકાણ કરવું ફરજિયાત છે. મલ્ટિકેપ ગ્રોથ ફંડ એ વૈવિધ્યકરણ તેમજ લાંબા-ગાળાની સંપત્તિનાં સર્જન માટેનો સારો વિકલ્પ છે, પરંતુ તે ટૂંકા ગાળા માટે અત્યંત જોખમી પણ નિવડી શકે છે, કારણ કે તેનું ઓછામાં ઓછું 50% રોકાણ સ્મોલ અને મિડકેપ સ્ટોક્સમાં હોય છે, જે ટૂંકા-ગાળે અત્યંત જોખમી હોય છે. માર્કેટ કેપ માટે રોકાણની ટોચની મર્યાદા ફંડ મેનેજરની પોતાની બજાર દૂરદર્શીતાને આધારે વિવિધ માર્કેટ કેપ સ્ટોક્સ વચ્ચે ફાળવણીની ફેરબદલીની તેમની લવચિકતાને પણ મર્યાદિત કરે છે.

રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં મલ્ટિકેપ ફંડનો ઉમેરો કરતા પહેલાં વિવિધ માર્કેટકેપ સેગમેન્ટમાં તેમના પ્રવર્તમાન મ્યુચ્યુઅલ ફંડ રોકાણ તથા વર્તમાન રોકાણનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. જે લોકો સમય ક્ષિતિજ 5-7 વર્ષ કરતા ઓછો ધરાવતા હોય અથવા જેઓ વધુ જોખમ પચાવવાની ક્ષમતા ધરાવતા ન હોય એવા લોકો માટે મલ્ટિકેપ ફંડ્સ અનુકૂળ નથી.

425

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??