મ્યુચ્યુઅલ ફંડો વિશે જાગૃતિ વધી રહી છે અને ગેરન્ટીડ બચત પ્રોડક્ટ્સ પરના વ્યાજદરો સતત ઘટી રહ્યા છે જેના કારણે ઘણા જોખમ ટાળનારા રોકાણકારો કે જેઓ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને NSCs જેવી પરંપરાગત પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા હતા તેઓ હવે સારા કારણોથી ડેટ ફંડ્સ તરફ વળવા લાગ્યા છે. આવા રોકાણકારોને ડેટ ફંડ્સ એ વધુ લોકપ્રિય ઈક્વિટી ફંડ્સની તુલનામાં ઓછું વોલેટાઈલ અને તેમની ફિક્સ્ડ ડિપોઝિટ, PPFs અને NSCs કરતા વધુ કર કાર્યક્ષમ લાગે છે જેમાં વધુ સારા રિટર્નની ક્ષમતા રહેલી છે. જો કે, રોકાણકારો હજી પણ ડિફોલ્ટના જોખમનો ભોગ બની શકે છે, એટલે કે મુદલ અને વ્યાજની ચૂકવણી ગુમાવવાનું જોખમ તેમજ વ્યાજદર જોખમ એટલે કે વ્યાજદરમાં ફેરફારને કારણે કિંમતોમાં ફેરફાર થવા.
ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ (TMFs) રોકાણકારોને ડેટ ફંડ્સની સાથે સંકળાયેલા જોખમોને વધુ સારી રીતે સોધી કાઢવામાં મદદ કરે છે કારણ કે તેનો પોર્ટફોલિયો
વધુ વાંચો