“શું તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝ એક સરખા નથી? આખરે આ મ્યુચ્યુઅલ ફંડ છે, ખરું ને?” ગોકુલે પૂછ્યું. તેમના મિત્ર હરિશ કે જે મ્યુચ્યુઅલ ફંડના વિતરક છે તેમણે સ્મિત આપ્યું. ઘણા લોકો પાસેથી આવા પ્રશ્નો તેમને વારંવાર પૂછવામાં આવ્યા છે.
ઘણા બધા લોકો એવી ખોટી ધારણા ધરાવે છે કે તમામ મ્યુચ્યુઅલ ફંડ્ઝ એક જેવા જ હોય છે. વિવિધ પ્રકારના ફંડ્ઝ હોય છે, જેમાંથી મુખ્ય ઇક્વિટી ફંડ્ઝ ને ડેટ ફંડ્ઝ હોય છે. આ બંને વચ્ચેનો તફાવત નાણાંનું રોકાણ ક્યાં કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. ડેટ ફંડ્ઝ નિશ્ચિત આવકની જામીનગીરીઓમાં રોકાણ કરે છે, જ્યારે ઇક્વિટી ફંડ્ઝ મુખ્યત્ત્વે ઇક્વિટી શેર અને સંબંધિત જામીનગીરીઓમાં રોકાણ કરે છે. ઇક્વિટી અને નિશ્ચિત આવકની જામીનગીરીઓ બંને વિભિન્ન લાક્ષણિકતાઓ ધરાવે છે, જે સંબંધિત સ્કિમ્સ કેવી રીતે વર્તશે તે નિર્ધારિત કરે છે.
વિભિન્ન રોકાણકારો વિભિન્ન જરૂરિયાતો ધરાવે છે.
વધુ વાંચો