તમને આશ્ચર્ય થતું હશે કે મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સ એક જ છે અને એક જેવી બાબત જ છે તો તમારે ઓક્ટોબર 2017માં જારી કરાયેલા અને જૂન 2018થી અમલી બનેલા સેબીના પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્રને ચોક્કસપણે જોવો જોઈએ. આ બંને ભિન્ન પ્રકારના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે તેમના બજાર કદ દ્વારા વ્યાખ્યાયિત થયા પ્રમાણે ભિન્ન પ્રકારની કંપનીઓમાં રોકાણ કરે છે અને તેથી તેઓ ભિન્ન જોખમ-વળતર પ્રોફાઈલ પ્રદર્શિત કરે છે.
ભારતના વિવિધ શેરબજારોમાં જાહેર રીતે લિસ્ટ થયેલી ઘણી કંપનીઓ છે. મિડકેપનો અર્થ બજાર મૂડીકરણની દૃષ્ટિએ 101મીથી 250મી કંપની થાય છે (બજાર મૂડીકરણ = જાહેર રીતે લિસ્ટ થયેલા શેરની સંખ્યા * દરેક શેરનો ભાવ), જ્યારે બીજી બાજુએ બજાર મૂડીકરણની દૃષ્ટિએ 251મી કંપનીથી આગળની કંપનીઓને સ્મોલકેપ્સ તરીકે ઓળખવામાં આવે છે.
મિડકેપ ફંડ મિડકેપ કંપનીઓમાં રોકાણ કરે છે, જે ઊંચી વૃદ્ધિની ક્ષમતા ધરાવતી હોય છે, પરંતુ સ્મોલકેપ્સ
વધુ વાંચો