તમારા પોર્ટફોલિયો માટે ઈક્વિટી ફંડને પસંદ કરવા માટે પદ્ધતિસરની પસંદગી પ્રક્રિયા જરૂરી બને છે જેના બે તબક્કા હોય છે. પહેલો તબક્કો તમારા વિશેનો હોય છે જેની શરૂઆત તમારા પોર્ટફોલિયોમાં કોઈ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટેની જરૂરિયાત અથવા તમારા નાણાકીય લક્ષ્યાંકની સાથે તેના સમયની ક્ષિતિજ, ઈક્વિટી ફંડ રોકાણના પ્રકાર અને તમારી જોખમ સહનશીલતાની આકારણીને ઓળખવાની સાથે થાય છે. એક વાર આ ત્રણ ચીજો ગોઠવાઈ જાય ત્યાર પછી ઉપલબ્ધ હોય તેમાંથી અનુકૂળ ફંડની પસંદગી એ પ્રક્રિયામાં આગામી પગલું છે, એટલે કે બીજો તબક્કો છે.
આમ, બીજા તબક્કામાં ફંડ્સ પરની ચોક્કસ માહિતી માટે તપાસ કરીને તેમજ વિવિધ જોખમી માપદંડોનું વિશ્લેષણ કરીને વધુ ગુણાત્મક અભિગમનો ઉપયોગ કરીને તમામ અનુકૂળ ફંડ્સ દ્વારા શોધ ચલાવવાનો સમાવેશ થાય છે. તમારે ફંડ પોર્ટફોલિયો, વિન્ટેજ, ફંડ મેનેજર્સ, ખર્ચના ગુણોત્તર, બેન્ચમાર્ક અને સમય સાથે ફંડ તેના બેંચમાર્કના સંદર્ભમાં કેવી કામગીરી કરી છે
વધુ વાંચો