હાઇબ્રિડ ફંડ શું છે?

Video

આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે ભોજનની આપણી પસંદગી મોટે ભાગે સમય, પ્રસંગ અને મિજાજ પર આધાર રાખે છે. જો આપણને ઉતાવળ હોય જેમ કે ઓફિસમાં બપોરનું ભોજન લેવું કે બસ/ટ્રેન લેતા પહેલા જમવું તો આપણે કોમ્બો મીલનો વિકલ્પ પસંદ કરીશું. અથવા આપણે જાણતા હોઇએ કે કોમ્બો મીલ લોકપ્રિય છે તો આપણે મેનુ જોવાની પણ તકલીફ નહીં લઈએ. ફૂરસદમાં લેવામાં આવનારા ભોજનનો અર્થ આપણને મેનુમાંથી ગમતી હોય એટલી વ્યક્તિગત વાનગીઓ ઓર્ડર કરવી થાય છે. 

આ જ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકાર વિભિન્ન સ્કિમ્સ જેવી કે  ઇક્વિટી ફંડ , ડેટ ફંડ , ગોલ્ડ ફંડલિક્વિડ ફંડ વગેરેમાંથી વ્યક્તિગત રીતે પસંદગી અને રોકાણ કરી શકે છે. જ્યારે બીજી બાજુએ કોમ્બો મીલ જેવી સ્કિમ્સને હાઇબ્રિડ સ્કિમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાઇબ્રિડ સ્કિમ્સ કે જે અગાઉ બેલેન્સ્ડ ફંડ્ઝ તરીકે ઓળખાતી હતી તે અસ્કયામતના બે કે તેથી વધુ વર્ગમાં રોકાણ કરે છે, જેથી રોકાણકારને બંનેનો લાભ ઉપલબ્ધ થઈ શકે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં વિભિન્ન પ્રકારના હાઇબ્રિડ ફંડ્ઝ હોય છે. એવી સ્કિમ્સ ઉપલબ્ધ છે જે બે અસ્કયામતો એટલે કે ઇક્વિટી અને ડેટ અથવા ડેટ અને સોનામાં રોકાણ કરે છે. એવી સ્કિમ્સ પણ છે જે ઇક્વિટી, ડેટ અને સોનામાં રોકાણ કરે છે. જોકે મોટા ભાગની લોકપ્રિય હાઇબ્રિડ સ્કિમ્સ ઇક્વિટી અને ડેટ અસ્કયામતોમાં રોકાણ કરે છે.

હાઇબ્રિડ ફંડ્ઝના વિભિન્ન પ્રકાર અસ્કયામતની ફાળવણીની વિભિન્ન વ્યુહરચનાને અનુસરે છે. યાદ રાખો કે તમે રોકાણ કરો તે પહેલા તમારા ઉદ્દેશ સ્પષ્ટ હોવા જોઇએ.

425