કેટલાક એવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે જે તમારા રોકાણ પર 'લૉક-ઇન પીરિયડ' લાગુ કરે છે. તેમાં ડેબ્ટ ફંડ્સમાં ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS), ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (FMP) અને ક્લોઝ્ડ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સનો સમાવેશ થાય છે. લૉક-ઇન પીરિયડ એવો લઘુતમ સમયગાળો દર્શાવે છે કે જે દરમિયાન રોકાણકારોએ તેમનું રોકાણ જાળવી રાખવું આવશ્યક હોય છે. રોકાણકારો તે સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટને રિડીમ કરી શકતા અથવા વેચી શકતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પ્રકારના આધારે લૉક-ઇન પીરિયડ બદલાઇ શકે છે. દાખલા તરીકે, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS) એ ટેક્સ-સેવર મ્યુચ્યુઅલ ફંડ છે, જે ત્રણ વર્ષના લૉક-ઇન પીરિયડ સાથે છે. મતલબ કે, તમે રોકાણની તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થયા પહેલાં તેમના યુનિટને વેચી કે રિડીમ કરી શકતા નથી. તેવી જ રીતે, અમુક ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સ્કીમના ઑફર દસ્તાવેજમાં ઉલ્લેખિત લૉક-ઇન પીડિયડ હોઇ શકે છે. આ ઉપરાંત,
વધુ વાંચો