મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસેથી કયા પ્રકારનાં વળતરની અપેક્ષા રાખવી જોઇએ?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ પાસેથી કયા પ્રકારનાં વળતરની અપેક્ષા રાખવી જોઇએ?

ધારો કે એવું પૂછવામાં આવે કેઃ વાહન કઈ ઝડપે ચાલે છે?

શું તમે સમગ્ર કેટેગરી માટે એક સામાન્ય ઉત્તર આપી શકો ખરા? વિભિન્ન વાહનો વિભિન્ન ઝડપે ચાલતા હોય છે – એક કેટેગરીની અંદર પણ દા.ત. કારની વાત કરીએ તો શહેરના માર્ગો માટે બનાવેલી કાર નિશ્ચિત મહત્તમ ઝડપે ચાલી શકે છે, જ્યારે સ્પર્ધા માટે બનાવેલી કાર ઘણી વધારે ઝડપે ચાલી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક પ્રોડક્ટ નથી, મ્યુચ્યુઅલ ફંડ્ઝના ઘણા બધા પ્રકાર હોય છે. વિભિન્ન કેટેગરીમાંથી રોકાણ વળતર અલગ અલગ હોઇ શકે છે અને કેટલીક ફંડ કેટેગરી એવી પણ હોય છે જેના દેખાવમાં ઉચ્ચ સ્તરની અનિશ્ચિતતાઓ જોવા મળે છે.

જો ફંડ એવા બજારમાં રોકાણ કરે જ્યાં ભાવની વધ-ઘટ ઘણી હોય છે તો ફંડની નેટ એસેટ વેલ્યુ (એનએવી)માં મોટા પાયે વધ-ઘટ જોવા મળી શકે છે (દા.ત. ઇક્વિટી બજારમાં રોકાણ કરતા ગ્રોથ ફંડ્ઝ):

વધુ વાંચો