મ્યુચ્યુલ ફંડ્સ એવી સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે જે અલગ અલગ બજારોમાં ટ્રેડ કરતી હોય જેમ કે શેર, બોન્ડ, સોનું અથવા અન્ય ઍસેટ વર્ગોમાં. કોઇપણ ટ્રેડ કરવાપાત્ર સિક્યુરિટી બજારના જોખમોને આધિન હોય છે એટલે કે, સિક્યુરિટીનું મૂલ્ય બજારની હિલચાલના કારણે થતા ચડાવઉતારને આધિન હોય છે.
વ્યાજદરોમાં થતા ફેરફારો બોન્ડ્સની કિંમતો પર પ્રભાવ પાડે છે અને આમ ડેબ્ટ ફંડ્સની NAVને અસર કરે છે. આમ, ડેબ્ટ ફંડ્સનેમાં વ્યાજદરોનું ખૂબ મોટું જોખમ આવે છે. તેને ક્રેડિટ જોખમો (બોન્ડ ઇશ્યુ કરનાર નાદાર થાય તે જોખમ) પણ હોય છે. કેટલાક આવકલક્ષી ડેબ્ટ ફંડ્સને ફુગાવાનું જોખમ પણ હોય છે જેમકે, તેમના દ્વારા આપવામાં આવતું વળતર રોકાણકાર જે ફુગાવાનો સામનો કરે છે તેના પ્રમાણમાં ઓછુ હોય.
ઇક્વિટી ફંડ્સને બજારના જોખનો સામનો કરવો પડે છે કારણ કે તે બજારમાં ટ્રેડ કરતા સ્ટોક્સમાં રોકાણ કરે છે અને શેરના ભાવમાં થતા ચડાવઉતારની અસર
વધુ વાંચો