જ્યારે તમે શહેરમાં મૂસાફરી કરી રહ્યાં હોવ ત્યારે ઘણીવાર તમને ખાલી માર્ગ મળે છે અને તમે પ્રતિ કલાક 80 કિ.મી.ની ગતિ પર ગાડી ચલાવો છો અને ઘણીવાર તમારે ટ્રાફિક અને સ્પીડ બ્રેકરના કારણે 20ની ગતિએ ગાડી ચલાવવી પડતી હોય છે. છેવટે, તમારે કેટલી વખત ગતિ ધીમી કરવી પડી કે ઝડપી કરવી પડી તેના આધારે પ્રતિ કલાક 45 થી 55 કિ.મી.ની સરેરાશ ગતિ મળે છે.
શહેરમાં તમારી મૂસાફરીની સરેરાશ ગતિની જેમ જે ઝડપી પણ નહિ અને ધીમી પણ નહિ એમ મ્યુચ્યુઅલ ફંડમાં એ રીતનું રોકાણ સરળતા સાથે બજારમાં વધુ અને ઓછી ગતિએ સવારી કરવામાં એસઆઈપી મારફતના મ્યુચ્યુઅલ ફંડ્સ મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ બજારની ગતિ નક્કી કરવી અશક્ય છે. આથી, રોકાણકાર ક્યારેય પણ તેના રોકાણો માટે બજારની તેજી અથવા મંદીમાં ખરીદી અથવા વેચાણની દિશા ચોક્કસપણે નક્કી નથી કરી શકતો.