કેટલાક લોકો નિયમિત આવક માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરે છે અને તેઓ સામાન્યપણે ડિવિડન્ડ મેળવવાનો વિકલ્પ પણ જુએ છે. તેથી ઘણી સ્કિમ્સ ખાસ કરીને ડેટ સાથે સંબંધ ધરાવતી સ્કિમ્સ માસિક કે ત્રિમાસિક ડિવિડન્ડના વિકલ્પો ધરાવતી હોય છે. એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે ડિવિડન્ડનું વિતરણ સ્કિમને થતા નફા કે લાભમાંથી કરવામાં આવે છે અને દર મહિને તે મળશે જ તેની કોઇ બાંયધરી હોતી નથી. ફંડ હાઉસ સતત ડિવિડન્ડ્સ આપવાનો પ્રયત્ન કરે છે તેમ છતાં પણ વિતરણ કરી શકાતી સરપ્લસ બજારની ગતિવિધિઓ અને ફંડના દેખાવ દ્વારા નિર્ધારિત થાય છે.
માસિક આવક પ્રાપ્ત કરવા માટેની અન્ય એક પદ્ધત્તિ છેઃ સિસ્ટેમેટિક વિડ્રોવલ પ્લાન (એસડબ્લ્યુપી)નો ઉપયોગ. અહીં તમારે સ્કિમના ગ્રોથ પ્લાનમાં રોકાણ કરવું પડશે અને માસિક ચુકવણીના રૂપે આવશ્યક નિશ્ચિત સ્થાયી રકમ સ્પષ્ટ કરવાની રહેશે. ત્યાર પછી એક નિર્ધારિત તારીખે નિશ્ચિત રકમને સમાન હોય એટલા
વધુ વાંચો