તમે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ નિયમિત અંતરાયે રોકાણ મારફતે અને/અથવા ઊચક રોકાણથી કરી શકો છો. પ્રથમ કિસ્સામાં તમે જે પુનરાવૃત્તિ પર રોકાણ કરવા માગતા હોય તેને પસંદ કરી શકો છો. દૈનિક/સાપ્તાહિક/માસિક પુનરાવૃત્તિ માટે તમે એસઆઇપી મારફતે તમારા રોકાણને સ્વચાલિત કરી શકો છો.
આ સ્વચાલન પોસ્ટ-ડેટેડ ચેક કે બેંક ખાતાઓમાંથી ઇલેક્ટ્રોનિક ડેબિટ મારફતે કરી શકો છો. ઇલેક્ટ્રોનિક ડેબિટ્સ “ડાઇરેક્ટ ડેબિટ” સુવિધા મારફતે અથવા એનએસીએચ (નેશનલ ઓટોમેટેડ ક્લિઅરિંગ હાઉસ) મારફતે સ્થાપિત કરી શકો છો. આ પ્રક્રિયા માટે અરજી પત્રો સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ્ઝ ખાતે ઉપલબ્ધ હોય છે.
આ તમારા પ્રયત્નો ઘટાડે છે, કારણ કે તમારે દર મહિને નવા ફોર્મ ભરવાના રહેતા નથી અથવા કઈ સ્કિમમાં રોકાણ કરવું એ અંગે વિચારવાનું રહેતું નથી. માત્ર સ્કિમ, રકમ અને તારીખ પસંદ કરો અને તમે પસંદ કરેલી અવધિ માટે તમારા વહેવાર આપમેળે થશે. તમે છ મહિના કે તેથી વધુ સમયગાળા
વધુ વાંચો